________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 385 માયાજાળમાં ફસાવતા તેને પાપ લાગતું નથી. આ પ્રમાણે એક પગથિયાથી નીચે પડતાં તેને ઠેઠ નીચે આવતા પણ વાર લાગતી નથી. આ રીતે સદાચાર–સત્ય-સંયમ-એક પત્નીવ્રતથી મશ્કરીમાં પણ યદિ નીચે ઉતરવાનું થયું છે તે માનવ પાસે દુર્ગુણને ખજાને જ શેષ રહેવા પામશે. આ કારણે જ પરસ્ત્રીગામી પુરૂષ પરમ્પરાએ પણ પાપમાર્ગોને શિકાર બની પિતાના આત્માને ક્યાંય પણ રહેવા દેશે નહિ, તથા શેરડીમાંથી રસ નીકળી જતા જેમ તેની દશા થાય છે તેમ શરીરમાં ભયંકર, અસાધ્ય, કષ્ટસાધ્ય રોગની ઉત્પત્તિ થતાં મૃત્યુશચ્યા બગડ્યા વિના રહેવાની નથી. ફળ સ્વરૂપે આરાધક બનવાના બદલે વિરાધક બનવાને અવસર આવશે અને દુર્ગતિનું ભાન બનશે. (9) केइ परस्सदार गवेसमाणा नरए गच्छंति : વિષયવાસનામાં સર્વથા અંધ બનેલા કેટલાક જ્યારે પકડાઈ જાય છે ત્યારે તેમના ભાગ્યમાં સ્ત્રીના સગાઓ, બીજાઓ તથા પોલીસે પણ દોરડાથી, ડંડાથી કે લેખંડના સળીયાથી મારી મારીને અધમુઆ કરી દે છે. આવા જ મરીને નરકના અતિથિ બને છે. કામદેવના નશામાં અંધ બનેલા ત્રણ ખંડના રાજા લંકાધિપતિ રાવણે સીતાનું અપહરણ કર્યું અને રામલક્ષમણના હાથે વિના મતે મરીને નારક બન્ય. ધાતકી ખંડને રાજા પદ્મનાભ દ્રૌપદી પર કામાન્ય બજે