________________ 384 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સત્તા પણ નકારી શકાય તેમ નથી. જે નવમા ગુણસ્થાનકે બિરાજમાન ચારિત્રધારીને ચલાયમાન કરવા માટે સમર્થ હોય છે, કેમ કે આ સ્થાને મૈથુનને વિરામ છે પણ મૈથુનસંજ્ઞાને વિરામ નથી. માટે તેને ઉદય થતાં જ તે સાધકનું આન્તરિક જીવન સર્વથા કમજોર બનશે. પરિણામે એક પછી એક મહારાજાના સૈનિકની છાવણીમાં સપડાઈ ગયા પછી તે સાધક ભ્રષ્ટ થયા વિના રહેતું નથી. (7) સુવયા જસવંતો: ત્રની આરાધના દ્વારા યશસ્વી અને કીતિ સમ્પન્ન સાધકોને પણ સ્ત્રીઓના સહવાસે અથવા વ્રતધારિણ, યશસ્વિની સાધ્વીજી મહારાજેને પણ પુરૂષના સહવાસે તેમના યશ અને કીતિમાં કાલિમા અને ઝાંખપ લાગ્યા વિના રહેવાની નથી. (8) परदाराओ जे. अविरया दुराराहगा भवंति :- પરદાર અર્થાત લગ્ન સમયે પંચની સાક્ષીએ જે સ્ત્રી સાથે હસ્તમેળાપ થયા હોય તેને છોડી બાકીની બધીય પર સ્ત્રી કહેવાય છે. જેમાં વિધવા, કન્યા, સાળી, ભાભી, સહપાકિની, વિદ્યાર્થિની છેવટે વેશ્યાગમન પણ જાણી લેવું. યદ્યપિ વેશ્યાને માલિક કેઈ પણ ન હોવા છતાં માણસનું મન વાંદરા જેવું ચંચલ હોવાથી જે વેશ્યાગામી છે તેને પરસ્ત્રીગમન કરતાં કેટલી વાર? જે પરસ્ત્રીગામી છે તેને કન્યા કુમારીને ફેલાવતા કે સાળી તથા ભાભીની સાથે સંબંધ બાંધતા કેટલી વાર? અને આ પ્રમાણે લંગેટ છુટી રાખ્યા પછી સાથે ભણવાવાળી કે પોતાની પાસે ભણવાવાળીને