________________ 230 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સાગર, તીર્થકર, અરિહંત, દેવાધિદેવ, શ્રી મહાવીરસ્વામીએ ત્રીજું પાપ અદત્તાદાન જે પ્રમાણે કહ્યું છે, તે હું તને કહી સંભળાવું છું, તે સાવધાન થઈને સાંભળઃ- ચૌર્યકર્મને પાપ તરીકે નહિ જાણનારાઓને આ વિચાર નથી આવતું કે, “હું કરી રહ્યો છું તે ચેરી કહેવાય? અથવા ભ્રમજ્ઞાન કે વિપરીત જ્ઞાનને લઈને પણ–રૌહિણેય ચરને પિતા આમ સમજી બેઠો હતું કે “મારા ખાનદાનમાં જન્મેલાને ચોરી કરવી પાપ નથી પણ ધર્મ છે. અથવા પૂર્વ ભવના ચૌર્યકર્મ કરવાના કર્મોના પ્રદેશના ભારથી તેઓને ચોરી કર્યા વિના ચાલતું નહિ હોવાથી આજીવન તે કમ કરવામાં જ જીવન પૂર્ણ કરશે. મતલબ કે, ગતભમાં ઘણા પ્રકારે ચૌર્યકર્મ આચર્યું તેના સંસ્કારે આ ભવમાં ઉદિત થયા, હવે આ ભવમાં ફરીથી તેવા–કર્મો–પાપ કરશે તે સંસાર કારાગૃહમાંથી કેવી રીતે છુટી શકશે? અથવા પૂર્વ ભવના પુણ્યકર્મોના ઉદયથી આ ભવમાં દૂધ રેટલા માળેલા છે તે પણ, મદિરાપાન જેવા મહકર્મને લઈ વ્યાજ, હિસાબ, લેણદેણ, ભેળસેળ, જૂઠી સાખ, થાપણ મોસે આદિ કરીને પણ ચૌર્યકર્મનું સેવન કરશે. કેમકે ગયા ભવમાં પુણ્યકર્મોની સાથે સાથે ચૌર્યકર્મના સંસ્કાર પણ ભારોભાર ઉપાર્જન કરેલા છે. આવા માણસો અવસર આવ્યે લાખના દાન પુણ્ય કરશે, પણ ચેરીના વ્યાપાર છેડી શકે તેમ નથી. તીર્થકરેની વાણી સાંભળશે, પણ પાપ કર્મોની આદત છોડી શકે નહિ. માટે જાણવાનું સરળ બને છે કે પૂર્વભવના સંસ્કારના મૂળ કેટલા બધા મજબૂત હોય છે..