________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૨
ઔદારિક શરીર રૂપે સ્થિત કે અસ્થિત પુદ્દગલા શું ગ્રહણ થાય છે ?
૫૫
હે પ્રભા ! પેાતાનુ ઔદારિક શરીર ગ્રહણ કરવા માટે જીવ શું સ્થિત પુદ્ગલાને ગ્રહણ કરે છે કે અસ્થિતને ?
જવાબમાં ભગવતે ફરમાવ્યુ` કે હે ગૌતમ ! ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરાતાં પુદ્ગલા સ્થિત પણુ હાય છે અને અસ્થિત પણ હોય છે. જીવ જે આકાશ પ્રદેશમાં રહેલા હાય તેટલા ક્ષેત્રમાં રહેલા પુદ્ગલા સ્થિત કહેવાય છે અને બહારના ક્ષેત્રમાં રહેલા અસ્થિત જાણવા. આત્મા ઔદારિક શરીરને યાગ્ય તે પુદ્ગલાને પેાતાની આત્મશક્તિ વિશેષ વડે ખે'ચીને ગ્રહણ કરે છે, અથવા ગતિ વિના દ્રવ્યે સ્થિત છે અને શેષ અસ્થિત છે. દ્રવ્યથી અનંત પ્રદેશવાળા, ક્ષેત્રથી લાકના અસંખ્યાત પ્રદેશમાં પુદ્ગલાને રૂકાવટ ન આવે તે છ એ દિશામાંથી આવેલા અને રૂકાવટ આવે ચાર કે પાંચ દિશામાંથી આવેલા પુદ્ગલાને ગ્રહણ કરે છે.
વૈક્રિય શરીર માટે વિશેષ જાણવાનુ કે પચેન્દ્રિય મનુષ્યે ઉપયેગપૂર્વક વૈક્રિય શરીરને રચનારા છે. તેએ ત્રસ નાડીની વચ્ચે જ સ્થિત છે અતઃ છએ દિશાએથી આવેલા પુદ્ગલાને ગ્રહણ કરનાર છે. શેષ વર્ણન મૂળસૂત્રથી જાણવું.
શતક પચીસમાના ઉદ્દેશો રજ સમાપ્ત
&