________________
શતક ૨૫મુ : ઉપક્રમ
૩૫
ન્યાયાલયે ઇશ્વરના ધામ જેવા હોવાથી પ્રજા પૂર્ણ રૂપે આબાદ હતી અને રાજનીતિ દેશને આબાદ કરવામાં સહાયક હતી. લાંચરૂશ્વત દ્વારા પ્રજાને હેરાન કરે તેવા કાયદાએ ન હોવાના કારણે પ્રજા પૂર્ણ સુખી અને સતેષી હતી, વ્યાપારનીતિમાં કોઈ વ્યાપારી ખરીદનારને હેરાન ન કરે તથા અનાજને, કાપડના, તેલ-ગોળ આદિ કોઈ પણ વસ્તુના અભાવ ન દેખાડે તે માટે રાજા પોતે પેાતાની સુખશાંતિને તિલાંજલી આપી ગુપ્તચરો પાસેથી જાણકારી મેળવનાર હતા. સારાંશ કે પ્રજા પાસેથી ઘેાડું લઇને ઘણું ઘણું પ્રતિદાન કરનાર શ્રેણિક મહારાજાની બુદ્ધિ, પ્રતિભા, શૂરવીરતા તથા રાજનીતિપરાયણતા પ્રશસાને પાત્ર હતી.
તે કાળે તે સમયે ભગવાન મહાવીરસ્વામીના અનન્ય ઉપાસક, વૈશાલી ગણતંત્રના અધિનાયક ચેટક (ચેડા) રાજાને જૈનત્વની પરમેાપાસિકા, અહિં'સા, સંયમ અને તપાધર્મના રંગે રંગાયેલી સાત પુત્રીએ હતી. તેમાંથી એક ‘ચેલ્લણા’ જે શ્રેણિક રાજાની ધર્મ પત્ની હતી, પોતાની કુશાગ્ર અને ધાર્મિક બુદ્ધિની સમજાવટથી તે શ્રેણિક રાજાને પણ મહાવીરસ્વામીના ચરણામાં લાવવા માટે સમ બનવા પામી અને રાજા પણ જૈનત્વપૂર્ણ જૈનધમ ના રાગી બન્યા. તે રાજાના પાંચસે મંત્રીઓમાં અભયકુમાર પ્રધાનમંત્રી હતેા, સદ્ગુદ્ધિ અને સવિવેક સમ્પન્ન તે મંત્રીએ મગધ દેશમાંથી અનિષ્ટ તત્ત્વોને નાબૂદ કરીને ધાર્મિક મર્યાદાએની સ્થાપના કરી હતી.
તે કાળે તે સમયે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ ૧૪ ચાતુર્માસા આ ભૂમિ પર કરેલા હેાવાથી, સત્ર અહિંસા ધર્મના ધ્વનિ, સયમ ધર્મના જય જયકાર અને તપેાધમની ભેરી વાજતી ગાજતી રહેતી હતી. ફળ સ્વરૂપે શ્રીમતાઇના