________________
અભિપ્રાય
૫૦૧
પુસ્તકો મળ્યા. અમારા જેવા અલ્પજ્ઞાને શું અભિપ્રાય દેવાનુ... હાય ? છતાં કરમદ્ભુ પ્રાથના છે કે આપશ્રીનુ અધુ ય સાહિત્ય હિન્દી ભાષામાં શીવ્રતાથી રૂપાંતર થાય.
–સાધ્વી મૃગનયનાશ્રી
#
'
આપે માકલાવેલા ‘ભગવતીસૂત્ર સાર સંગ્રહ 'ના ત્રીજો ભાગ પણ મળ્યા છે. તે જોઇને ઘણા જ આનંદ થયા છે. આપે આ ગ્રંથમાં સામાન્ય જન પણ સમજી શકે એવી રીતે જૈન આગમના ગહન વિષયને સરળ કરીને રજુ કર્યાં છે, તે ઉત્તમ કાર્ય થયુ છે. આમાં અત્યંત ધીરજ અને સતત લગન વર્તાઈ આવે છે. અન્યથા આવુ કઠણુ કાર્ય સરળ બને નહીં. L. D. Institute of Indology. ગુજરાત યુનિવર્સિટી પાસે
-દલસુખ માલવણીયા
અમદાવાદ
*
આ પુસ્તકના ભાગેા તૈયાર કરવામાં આપે શ્રી ભગવતીસૂત્રના વિષચેાનુ* અવગાહન કરવામાં અને તેના સાર તારવીને એને સ'ગ્રહરૂપે તૈયાર કરવામાં કેટલી મહેનત કરી હશે, તે પુસ્તક જોતાં જણાઈ આવે છે. આ માટે આપને હાર્દિક અભિન'દ્દન ઘટે છે. આપના હાથે આ કામ સ્થાયી, મહત્ત્વનું થયુ તેથી બહુ આનંદ થાય છે.
અમદાવાદ
–રતિલાલ દીપચંદ્ન દેસાઈ
#