________________
પ૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રોચક છે. પાઠક વગેરે માટે તમારે પરિશ્રમ ઉપગી સિદ્ધ થશે. જેનાગમના વિવેચન પ્રત્યે રુચિ અને શ્રમની હું અનુમોદના કરું છું. આગેનું સાહિત્ય શીધ્ર પ્રકાશિત થાય અને પાઠકોને લાભાન્વિત કરે તેવી ઉમેદ સાથે મારી શુભેચ્છા. સૈલાને (મ. પ્ર.) જૈનાચાર્ય, ગણાધીશ, આ વદિ ૯ (મારવાડી) શ્રી ઉદયસાગરસૂરિ (આર્ય પુત્ર)
શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહ”નાં પુસ્તક મેળવીને કંઈક સારું મેળવ્યાને પરિતેષ અનુભવ્યું છે.
શ્રી અરિહંત પરમાત્મા જિજ્ઞાસાને જ્ઞાનપ્રાપ્તિનું સિંહ દ્વાર કહે છે, અને એ સત્ય “શ્રી ભગવતીસૂત્ર”માં પૂછાતાં પ્રશ્નોથી આપણને પ્રત્યક્ષ થાય છે. એક પ્રકૃષ્ટ જિજ્ઞાસાએ આપેલા આ પ્રશ્નોત્તર આપણા માટે ભવતરણીનું કેવું સુંદર સાધન બન્યું છે! જિજ્ઞાસાથી જ્ઞાન વધે, જ્ઞાનથી કર્મનિર્જરાના દ્વારે જવાય, જ્ઞાનીએ નાની સરખી વાતમાં કેવું જીવનસ આપે છે!
અને પ્રસ્તુત ગ્રંથનું નામાભિધાન પણ અનેક રીતે સાર્થક દીસે છે. “શ્રી ભગવતીસૂત્રને આ સાર છે તે તેને અર્થ છે. લેખક પંન્યાસજી મહારાજની એ નમ્રતા છે. આપણને જ્ઞાનના મહાનદમાં પ્રવાસ કરાવીને પંન્યાસજી મ. સૂચવે છે: “હજી તે આપણે સારની નજીક જ પહોંચ્યા છીએ. માત્ર તત્વજ્ઞાનને મહાસમુદ્ર હજી નિરખવાને બાકી છે.”