________________
૫૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભગવતીસૂત્ર સાર સંગ્રહને ત્રીજો ભાગ મળે છે, તેને ભૂરિ ભૂરિ અનુમોદના સાથે સ્વીકાર્યો છે. આપશ્રીના હાથે થયેલ સાહિત્યસેવાના આવા કાર્ય અંગે અભિનંદન સાથે અનુમોદના. આવું સાહિત્યનિર્માણનું કાર્ય આપના દ્વારા થતું રહે તેવી ભાવના સાથે શુભેચ્છા. ચાણોદ, તા. ૨૯-૧૦-૮૦ – જૈનાચાર્ય શ્રી વિજયવિકાસચંદ્રસૂરિ
ભગવતીસૂત્ર સાર સંગ્રહના ત્રણ ભાગો મળ્યા છે, જે દરેક ખપી આત્માઓ માટે અત્યંત ઉપયોગી છે. વિદ્વાને માટે તે આ સાહિત્ય અત્યંત ઉપયોગી છે. તેઓને આમાંથી ઘુંટડે ઘુંટડે પાન કરવાની મજા આવશે અને બાળ તથા મધ્યમ કક્ષાના જીવ પણ આમાંથી શ્રતને આસ્વાદ માણી શકે તેવી રીતે આપે ત્રણે ભાગ (ચારે ભાગ) તૈયાર કર્યા છે. વિદગ્ય સાહિત્યને લેકગ્ય બનાવી મુમુક્ષુ જીવે પર આપે મહાન ઉપકાર કર્યો છે. વિશાળકાય ભગવતીસૂત્ર રૂપી મહાસાગરને પાર કરવા આપે તૈયાર કરેલા ચારે ભાગે નૌકાની ગરજ સારે તેવા છે. આપે જે શ્રતને સ્વાદ ચાખે છે તે
સ્વાદ બીજા આત્માઓને પણ ચખાડીને જીવનમાં ખરેખરી કૃતકૃત્યતા અનુભવી શક્યા છે. રાજકેટ,
-સૌરાષ્ટ્ર કેશરી જૈનાચાર્ય આ સુદ ૨, ૨૦૩૬
શ્રી વિજયભુવનરત્નસૂરિ