________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિષે આવેલ કેટલાક
અભિપ્રાયે
જૈન દર્શનના વિદ્યમાન પીસ્તાલીશ આગમશા પૈકી વિશ્વવંદ્ય, દેવાધિદેવ, શ્રમણ ભગવાન, શ્રી મહાવીર પરમાત્મા તથા તેઓશ્રીના પ્રથમ ગણધર, શ્રુતકેવળી, શ્રી ગૌતમસ્વામીજી મહારાજા (ગુરૂ-શિષ્ય)ના ૩૬૦૦૦ પ્રશ્નોત્તરીરૂપ પંચમાંગ પૂજ્ય શ્રી ભગવતીસૂત્ર ઉપર સમર્થ વિદ્વાન-પ્રવચનકાર, પંન્યાસ પ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર્યો સરળ ભાષામાં સૌ કોઈ સમજી શકે તે રીતે સારૂ - વિવેચન કરેલ છે, જે પ્રશંસનીય અને અનુમોદનીય છે. ચાણસ્મા, તા. ૨૧-૯–૮૦ – જૈનાચાર્ય શ્રી વિ. સુશીલસૂરિ
તપસ્વી, વિદ્વાન અને સરળ સ્વભાવી પંન્યાસપ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવયે ચાર ભાગમાં શ્રી ભગવતી