________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૫૯ સુલભતા થવા પામશે. માટે જ ગુરુ અને શિષ્યનું તથા સિદ્ધ અને સાધકનું એકીકરણ કરાવી આપે તેને અન્તવાસિત્વ કહેવાય છે.
જેના કારણે આજને સાધક આવતી કાલે સિદ્ધિ મેળવે તથા આજને શિષ્ય આવતી કાલે ગુરુપદ પામે તે માટેની યેગ્યતા પ્રાપ્ત કરવાનું આઘકારણ જ ઉપધાનમય ગદ્વહન છે. તે વિના તે સાધક કદાચ પુણ્યકર્મે ગુરુ બનવા પામશે તે પણ તેનું ગુરુત્વપદ કલંકિત, રાગદ્વેષમય બને, સૌ શિષ્યને દ્રવ્ય તથા ભાવ પ્રમાદની બક્ષીસ દેવાવાળું જ થશે.
દીક્ષિત અવસ્થાને શિક્ષિત કરવા માટે પણ ગોહનની આવશ્યકતા સ્વીકાર્ય છે. અન્યથા શિક્ષા વિનાની દીક્ષા સ્વપર ઘાતક બનશે અને સમાજને કલેશ તથા કંકાસની બક્ષીસ આપશે, ત્યારે જ તે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ” આ જૈન સૂત્ર જ જયવંતુ બને છે. ગોહનમાં પઠન-પાઠન અને સ્વીકૃત ચારિત્રમાં એકાગ્રતા સાધવા માટેની ક્રિયાઓને સમાવેશ થયેલે છે.
શ્રતજ્ઞાન પ્રાપ્ત કરવા માટે દેશદ્વહનમાં ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞાનું વિધાન છે. ગુરૂ પિતાની જ્ઞાનપરંપરાની અનુજ્ઞા જે શિષ્યને દેવા માંગે છે તેની પરીક્ષા જ ઉદ્દેશ અને સમુદેશમાં સમાયેલી છે, જ્યારે તે સાધક આ બંનેમાં પોતાની પરિ પક્વતાની ખાત્રી ગુરુને આપે છે ત્યારે જ ગુરુ મહારાજ તેને સૂત્રની અનુજ્ઞા આપવા માટે તૈયાર થાય છે. તે આ પ્રમાણે
હે શિષ્ય! અમુક સમયની મર્યાદામાં તારે આ પાઠ કરવાને છે. આવી આજ્ઞાને ઉદ્દેશ ક્રિયા કહેવાય છે. નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની તમન્નાવાળે શિષ્ય, ગુરુના આપેલા પાઠને પ્રમાદ