________________
પપ૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આવશ્યકતા સ્વીકાર્ય બને છે. તે વિના શરીરની જડતા, વાણુની દુર્વિલાસિતા અને મનમર્કટની ગૂઢાતિગૂઢ ચેષ્ટાઓને અંત થતું નથી. આ પ્રસ્તુત વિષયમાં એકલા મનનું, વચનનું કે કાયાનું અન્તવાસિત્વ નથી લેતા, ત્રણેનું અન્તવાસિત્વ લેવાનું છે. એટલે કે પરમતારક ગુરુના ચરણમાં કેવળ શ્વાસ શ્વાસ(બહુવેલ સંદિસાહુ બહુવેલ કરશું)ની ક્રિયાને છોડીને શેષ સઘળી માનસિક-વાચિક અને કાયિક ક્રિયાઓનું સાહચર્ય સાધવું તેને અનેતેવાસિત્વ કહેવાય છે.
આવા પ્રકારની સાધનાને સિદ્ધ કર્યા વિના સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્રનું શુદ્ધિકરણ પણ લગભગ અશક્ય છે, કેમકે આત્માના એક એક પ્રદેશ પર જ્ઞાનાવરણીયાદિ કર્મોની અનંત અનંત વર્ગણાઓ પોતાની સત્તાને જમાવી ચૂકેલી છે. તેમાંથી ક્યા કર્મની કઈ સત્તા, ક્યારે, ક્યા નિમિત્તે ઉદયમાં આવશે તેને ખ્યાલ કેઈને આવી શકે તેમ નથી. માટે મેહકર્મની જૂની ચેષ્ટાઓ, દર્શનાવરણય કર્મના કારણે આવનાર પ્રમાદ, જ્ઞાનાવરણીય કર્મના કારણે મતિમંદતા, અંતરાય કર્મોના કારણે આવનારી દીનતા, ગેલીકને લઈ વધી ગયેલી જાતિ, કુલ, ઐશ્વર્ય, જ્ઞાન, લાભ, બલ, રૂપ, જ્ઞાન તથા તપની મદોન્મત્તતા, શુભનામકર્મના કારણે શરીરની અહંકારિતા અને અશુભનામ કર્મના કારણે ખિન્નતા આદિ નાશ પામે, તેમના એક એક કુસંસ્કારે નાશ પામે તથા તેવા પ્રકારની એકેય ચેષ્ટા ફરીથી કરવાનો અવસર પણ ન આવે તે માટેની સાવધાની રાખવી તે ગદ્વહન દ્વારા જ શક્ય બનશે. કેમકે તપશ્ચર્યા દ્વારા જૂના કર્મોની ચેષ્ટાઓ સમાપ્ત થશે અને ક્રિયાઓ દ્વારા પાપજન્ય તથા પાયજનક નવી ચેષ્ટાઓને અવરોધ થશે ત્યારે જ સાધકને અન્તવાસિત્વની પ્રાપ્તિ થતાં હજારે પ્રકારે સમ્યધની