________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૩
સ્વીકારવા અત્યંત જરૂરી છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં જુદી જુદી રીતે નવે તāાનું જ્ઞાન ભરેલુ. હાવાથી આનું નામ સાર્થક છે.
(૪) વ્યાખ્યા, પ્રજ્ઞા અને આપ્તિ આ ત્રણે શબ્દોના સમાસથી પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દ બને છે. વ્યાખ્યા એટલે અકથન અને પ્રજ્ઞા એટલે અંકથનમાં હેતુરૂપ જે મેધને પ્રજ્ઞા કહેવાય છે, તેની આપ્તિ એટલે પ્રાપ્તિ સારાંશ કે તે તે વ્યાખ્યાઓને સમજવા માટે બાધની પ્રાપ્તિ જેમાં વિશિષ્ટરૂપે થાય તે વ્યાખ્યા પ્રકૃપ્તિ છે.
(૫) આપ્તિના સ્થાને આત્તિ’શબ્દનુ ગ્રહણ પણ થાય છે, એટલે કે તે તે વ્યાખ્યાઓના મેધનું ગ્રહણ કરવું તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે.
(૬) વિવિધ પ્રકારે અર્થાંનું-નયાનું પ્રરૂપણ તે વિવાહપ્રજ્ઞપ્તિ પણ કહેવાય છે. આવા પ્રકારે શ્રુતજ્ઞાનના સાગર સમા ભગવતીસૂત્રને મારી વંદના છે.
દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર
સમવસરણમાં ખિરાજમાન તીર્થંકર પરમાત્માએ ‘ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય' આ ત્રિપદીને ઉપદેશ આપે છે અને ગણધર ભગવંતા પેાતાની લબ્ધિ વિશેષ વડે તેની દ્વાદશાંગી રચે છે. સારાંશ કે શરીરમાં જેમ બાર અંગાની મુખ્યતા છે, તેમ તીય કરાની વાણીના પણુ ખાર અંગા છે; માટે “ નાગાनामङ्गानां समाहार इति द्वादशांगी " કહેવાય છે. સંસારમાં રહેલા પદાર્થાની જે સ્વાભાવિકી કે કાર્મિણી વ્યવસ્થા છે, તેને જ યથાર્થવાદી પરમાત્મા યથાર્થ રૂપે પ્રરૂપે છે. દ્રબ્ય