________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
પ૩૭. ગૌતમસ્વામીજી (ઇન્દ્રભૂતિજી) સમચતુરસસંસ્થાન, વાગશષભનારાચ સંઘયણ તથા કમળના કેસરા જેવા ધેળા વર્ણના હતાં. ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તથા મહાન તપસ્વી હતાં. ઉપર પ્રમાણેના ગૌતમસ્વામી પ્રમુખ બધાય ગણધરને મન-વચન તથા કાયાથી વંદન છે, ભાવવંદન છે.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી)ને વંદના:
આ પ્રસ્તુત આગમ ગ્રંથ પ્રાકૃત ભાષામાં વિશgivળત્તિ અને સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ' તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલ છે. તથા આ સૂત્રમાં વારંવાર પ્રત્યેક પ્રશ્નને, દેવાધિ. દેવ, પુણ્યનામધેય, પરમાત્મા શ્રી મહાવીરસ્વામીનું તથા પ્રત્યેક સ્થળે મંગળમૂર્તિ, અદ્ધિ સમૃદ્ધિદાયક, દ્રવ્ય તથા ભાવલક્ષમીના દાતા, મુક્તિ તથા ભુક્તિને આપનારા, શ્રી ગૌતમસ્વામીજી (ગણેશ-ગણપતિ-ગણધર)નું પવિત્ર નામ આવવાના કારણે સૌને માટે આ ગ્રંથ પૂજનીય હેવાથી “ભગવતી સૂત્ર કહેવાય છે. ગ્રંથ રચયિતા શ્રી સુધર્માસ્વામી નહીં પણ મૂળ ગ્રંથને લખનાર મહાશય વ્યાખ્યા પ્રજ્ઞપ્તિને વંદન કરે છે. કેમકે પુસ્તકારૂઢ અકારથી લઈ હકાર સુધીના શબ્દો વડે લખાયેલ આગમગ્રંથ દ્રવ્યશ્રુત હોવા છતાં પણ ભાવકૃત માટે સર્વથા અલૌકિક, અદ્વિતીય મૌલિક કારણ છે, માટે જેના દ્વારા ઈષ્ટ સાધના થતી હોય તે દ્રવ્ય હોય તે પણ વંદનીય, પૂજનીય, આરાધનીય, સ્મરણીય અને શ્રદ્ધેય છે. માટે દ્રવ્યતને વંદન કરવું સૌને માટે ઈષ્ટ છે. પિતપોતાના ગુરુના લખેલા ચેપડાઓ પણ આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે માટે તેનું બહુમાન કરવું યથાર્થ છે. 1. દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ, દ્રક્રિયા અને ભાવદિયા,