________________
૪૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે બે થી અગ્યાર ઉદેશ પણ જાણવા. કેવળ પ્રથમ સમયના બેઈન્દ્રિય જી અપર્યાપ્તક હોવાના કારણે તેમને કાયમ જ જાણ. કેમકે-અપર્યાપ્તકને વચન તથા મનેયેગને અભાવ જાણુ. શતક ૩૬નું પહેલું શતક સમાપ્ત.
કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાવાળા બેઈન્દ્રિયના ક્રમશઃ ૨-૩-૪ શતક, ભવસિદ્ધિને માટે ૫-૬-૭-૮ તથા અભવસિદ્ધિકના ૯–૧૦–૧૧–૧૨ શતકે પૂર્વવત્ જાણું લેવા.
સમાપ્તિ વચનામ” - જર્મન, ઈટાલી, ફ્રાંસ, લંડન આદિ પશ્ચિમાત્ય દેશોના મહાપંડિતેને જૈન શાસનનું સૂક્ષમ જ્ઞાન કરાવનાર, નવયુગપ્રવર્તક, આચાર્યપદના ૩૬ ગુણોથી દેદીપ્યમાન, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે, ભગવતીસૂત્ર જેવા આગમીય ગ્રન્થનું ૩૬ મું શતક પૂર્ણ કર્યું છે.
“શુભં ભૂયાત્ સર્વેષાં જીવાનામ' ' - “કલ્યાણમસ્તુ, સ્વસ્તિ ભૂયાતું, ભદ્ર ભૂયાત” - ક શતક ૩૬મું સમાપ્ત કર