________________
૪૧દ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જાણવા. વિભંગ જ્ઞાન તેમને હોતું નથી. સ્પર્શેન્દ્રિય નામની એક જ ઇન્દ્રિય હોય છે. મને અને વચન હોતા નથી, માટે કેવળ કાયમ જ તેઓને હોય છે. બંને ઉપગ. પાંચે વર્ણ, ઉચ્છવાસ, નિશ્વાસ તેમને હોય છે. વિગ્રહગતિની અપેક્ષાએ અનાહારક અને શેષ આહારક જાણવા. | સર્વવિરતિ કે દેશવિરતિ વિનાના જ હોય છે, માટે અવિરત જ તેમના નશીબમાં લખાયેલી છે. કિયાવંત જ હોય છે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, ભય સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞામાં આસક્ત હોય છે; ચારે કષાય જાણવા. કેવળ નપુંસકવેદ જ તેમને હોય છે. એટલે કે સ્ત્રીવેદ કે પુરુષવેદ તેમને નથી. તેમ છતાં તેઓ આવનારા ભવને માટે ત્રણે વેદને બાંધનારા છે. અસંજ્ઞી અર્થાત્ મન વિનાના હોય છે. અહીં પણ દ્રવ્ય મનને જ અભાવ જાણુ જ્યારે ભાવમન હોય છે માટે જ પ્રતિ સમયે કર્મોના બંધક છે. જઘન્યથી એક સમયની સ્થિતિ જાણવી અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીની આયુષ્ય મર્યાદા છે, આમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણ સમાઈ જાય છે. આ વાત કેવળ વનસ્પતિકાયિકે માટે જ છે, જ્યારે શેષ એકેન્દ્રિયને અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી જાણવી. બાકીની બધી વિગતે મૂળસૂત્રથી કે અગ્યારમા શતકની જેમ જાણવી. આમાં આપણે જીવાત્મા અનેકવાર કે અનંતવાર મુસાફરી કરી આવ્યું છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન મેળવાય ત્યાં સુધી ત્યાંની મુસાફરી નસીબમાંથી ખસે તેમ નથી.
કૃતયુગ્ગજ સંખ્યાના એકેન્દ્રિય માટે પણ ઉપરની જેમ જાણવું, કેવળ જઘન્યથી ૧ની સંખ્યામાં અને વધારેથી