________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૮૫ કે કોઈનું પણ જન્મવું તેના પિતાના જ જે સમયે જે જીવ સાથે સંબંધ જોગવવાને હોય છે અને તે સામેવાળે જીવ અત્યારે જે સ્થળે જ મેલે હોય છે ત્યાં (તે સ્થાને જ) જન્મ લેવા સિવાય બીજો માર્ગ નથી. ૭૦ કેડાછેડી સાગરોપમને પ્રવાહબદ્ધ મેહકર્મ છે, જેના કારણે જીવાત્માના આંતર જીવનમાં બીજા છ સાથે બંધાયેલા વૈર-વિરોધ-ઈષ્ય-હાસ્ય -મશ્કરી-મારપીટ-લેણદારી-દેવાદારી આદિના સંસ્કાર સ્થાયી થઈને રહેલા છે અને જ્યારે તેનો ઉદયકાળ આવે છે ત્યારે ત્યારે ત્યાં ત્યાં જન્મ લે સર્વથા અનિવાર્ય છે. જેમકે માણસ તરસ્યા છે, નદી ખૂબ જોરથી વહી રહી છે. તે ભાઈને પાણી પીવું છે અને પીવા માટે નદીના કિનારે બે-ત્રણ કે ચાર પાંચ સ્થળે ઉઠબેઠ કરે છે. પણ તરસ હોવા છતાં પણ પાણી પીધું નથી. પરંતુ જે સમયે પાણીકાયના જે જ પિતાના ભેગમાં આવવાના છે, તે પાણીને જોતાં જ લેટે ભરશે અને પાણી સાથે પાણીકાયના જીવેથી તૃપ્તિ માણશે. આવું પણ બની શકે છે કે-જે જળકાયના જીથી અત્યારે તે ભાઈ તૃપ્તિ માણે છે, તે જ જીવ થેડા સમય પહેલા પૃથ્વીકાયાદરૂપે રહેલા હશે અને ત્યાંથી મરણ પામીને અપૂકાયિકરૂપે અવતરીને પિતાનું વૈર ચૂકવવાને માટે જ્યારે સમય પાકી ગયે હેય છે ત્યારે નદી, નાળા, નળ, કુવા, વાવડી કે વરસાદ આદિમાં અપ્રકાયિકરૂપે જન્મશે અને પિતાનું ઋણ પૂર્ણ કરશે. માટે જ એકેન્દ્રિય જીવેનું રૂપાંતર થતું રહે છે. આમાં કર્મ સત્તા જ બળવાન છે.
હિજારોની સંખ્યામાં આંબાના ફળે પડ્યાં છે, પણ ખરીદી કરનારને અમુક જ આંબા પસંદ કેમ પડ્યાં? બીજા ફળ ખરાબ છે એમ તે કહી શકાય નહીં. ત્યારે જ માનવું જ રહ્યું