________________
૩૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ "आत्मनोऽनन्तचतुष्टयम वारयति-आवारयति छादयतीति સાવરણ” જ્યારે આચારાંગ સૂત્રમાં ઘાતી કર્મોને જ છઘ કહેવામાં આવ્યું છે.
આવે છઘભાવ જેની પાસે હોય તે છવાસ્થ છે. (1) છોડવવિજ્ઞાનતઃ (ભગ ૬૬) (2) વિષ્ટિાડવઘાવિત્ર: (પ્રજ્ઞા) ૩૦૩).
જ્યાં સુધી જીવાત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેનું જ્ઞાન અજ્ઞાન જ રહેવા પામે છે અને જે સમયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે તે જ સમયે તેનું બધુંય અજ્ઞાન સમ્યજ્ઞાનમાં પરિવર્તિત થાય છે. તેના ક્ષાયિક અને ક્ષાપશમિક રૂપે બે ભેદ છે. મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ક્ષાપશમિક છે. ઈન્દ્રિય અને મનની અપેક્ષા રાખતું મતિ અને શ્રુતજ્ઞાન પક્ષ છે તથા પાંચે ઈન્દ્રિ અને છઠ્ઠા મનની અપેક્ષા રાખ્યા વિના જ આત્માને જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. જેના અવધિ અને મન:પર્યવ બે ભેદ છે.
અવધિને અર્થ જ મર્યાદા થાય છે તથા ક્ષપશમને આધીન હેવાથી.
કોઈને અવધિજ્ઞાન, પિતે જે ક્ષેત્રમાં રહેલું હોય તેટલી જ મર્યાદામાં રહેલા છે અને અજીને જાણી શકે છે.
કેઈને વધારે મર્યાદાવાળું થયું હોય તે સમુદ્રના પેટાળને કે દેવલેકના વિમાનેને કે નરકના નારક જીને પણ જાણી શકે છે.