________________
શતક ૩૪ : ઉદેશે–૧ ઉપક્રમ :
આ શતકમાં એ કેન્દ્રિય જ એક સ્થાનથી બીજે સ્થાને જાય ત્યારે તેમને કેટલે સમય લાગે? તે વિષયક પ્રશ્નો અને ઉત્તરે છે, જે સૂક્ષ્માતિસૂક્ષ્મ સેય તત્વ હોવાથી કેવળી ભગવંતે સિવાય બીજા કેઈપણ જાણવાને કે જેવાને માટે સમર્થ બનતા નથી.
ચક્ષુદર્શનના કારણે પ્રાપ્ત થયેલી આંખે ચાહે ગમે તેવા દૂરસ્થ પદાર્થોને પણ જોઈ શકતી હશે, પરંતુ ચક્ષજ્ઞાનાવરણીય કમને લઈ મર્યાદાથી બહાર રહેલા પદાર્થોને જોવા માટે કેઈની પણ આંખ કામ આવી નથી, તે પછી ક્ષેત્રાંતમાં રહેલા જી, તેમની ગતિઓ, આગતિઓ, તેમના કર્મો, કર્મોના ભુગતાને તથા તે જે સ્થળાંતર કેવી રીતે, કેટલા સમયમાં કરે છે? આ રેય તત્વ ચક્ષુના વિષયથી બહારનું હોવાથી ગમે તે જ્ઞાની હોય તે પણ તે છદ્મસ્થ હોવાના કારણે કેઈકાલે જાણે શકવા માટે સમર્થ બનતું નથી. અથવા કોઈ પણ પદાર્થને જાણવાની ક્ષમતા હોવા છતાં પણ ચક્ષુરિન્દ્રિયની ક્ષેત્ર મર્યાદામાં યદિ તે પદાર્થ ન હોય તે તેને કોઈપણું કઈ રીતે જાણ શકશે? ભીંતની પાછળના પદાર્થો પણ જ્યાં સુધી ભીંતનું વ્યવધા ન હોય ત્યાં સુધી તે પદાર્થો અદશ્ય જ હોય છે. ચક્ષુરિન્દ્રિયમાં જે તેજ છે તેની પણ મર્યાદા છે, અન્યથા રેલગાડીના એજીનના જોરદાર પ્રકાશમાં તે આંખ અકિંચિત્કર શી રીતે બનતી હશે? જ્યારે ઓછા તેજમાં પ્રત્યેક માનવ