________________
૩૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દેવા તે નિક્ષેપ (અનુગ) કહેવાય છે. ગુણેની અપેક્ષા રાખ્યા વિના કેવળ “પૃથ્વીરાજના નામની વ્યક્તિમાં પૃથ્વીના કે રાજાના ગુણ નથી, તે પણ નામનિક્ષેપથી તેને પૃથ્વીરાજ કહેવામાં અને નામે વ્યવહાર કરવામાં કેઈને પણ વધે આવતા નથી.
આ તસ્વીર પૃથ્વીરાજની છે. આમાં પણ ગુણેની અપેક્ષા નથી તે પણ સંસારમાં આને વ્યવહાર રોકી શકાય તેમ નથી. આ બંનેમાં સ્થાપના નિક્ષેપની મહત્તા એટલી જ છે કે નામોચ્ચારમાં જે આનન્દની પ્રાપ્તિ થાય છે તેના કરતાં સ્થાપનામાં વિશેષ આનન્દ રહ્યો છે.
દ્રવ્યનિક્ષેપના બે ભેદ છે -(૧) આગમથી દ્રવ્યપૃથ્વીકાય,
(૨) ને આગમથી દ્રવ્યપૃથ્વીકાય.
પૃથ્વીતત્વને જ્ઞાતા હોવા છતાં તેમાં તે ઉપગવંત ન હોવાના કારણે તેનું જ્ઞાતૃત્વ ભાવશૂન્ય હોવાથી તે જ્ઞાતાદ્રવ્યથી પૃથ્વીકાયને જ્ઞાતા છે. જ્યારે “મૃતમુનિ ”ને શરીરને જોઈને આપણે સૌ કહીએ છીએ કે આ મુનિ દ્રવ્યાનુયેગને, આચારસંહિતાને, કર્મગ્રન્થાદિ પ્રકરણને તથા પૃથ્વીકાયાદિના ભેદાનભેદને સારો જ્ઞાતા હતે. યદ્યપિ અત્યારે આ મુનિ જીવરહિત છે, પણ ભૂતકાળમાં જ્ઞાતૃત્વધર્મમય હતે; માટે વ્યાવહારિક ભાષા જુઠી હોતી નથી, તેથી તે આગમથી દ્રવ્યપૃથ્વીકાય કહેવાય છે અને ભાવનિક્ષેપ એટલે જે સમયે જે પદાર્થ બેલાય છે તે સમયે તે શબ્દને યથાર્થભાવ તેમાં હવે જોઈએ; જેમકે “ભૂમિપતિ ભૂમિનું રક્ષણ કરવાના સમયે ભૂમિપતિ અને અલંકારોથી શોભિત થઈને સિંહાસન પર બેઠેલે હોય ત્યારે રાજા શબ્દથી સંબધિત થાય છે, તેવી રીતે અત્યારે