________________
૩૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્ષુદ્રતયુગ્મ નારકે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે?
હે પ્રભો! મુદ્રકૃતયુગ્મ સંખ્યા સમ્પન્ન નારકે નરકભૂમિમાં ક્યાંથી એટલે કઈ ગતિને ત્યાગ કરી નરકમાં જન્મે છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! તેઓ પંચેન્દ્રિય તિર્યંચ નિ અને ગર્ભજ મનુષ્યની નિમાંથી મરીને નરકભૂમિમાં આવે છે. એટલે કે દેવગતિ કે નરકગતિને એકેય જીવ નરકભૂમિમાં આવતા નથી. કેમકે નરકગતિમાં રહેલા જીવને ફરીથી તત્કાળ નરકગતિનું આયુષ્ય બાંધવાનું કારણ હોતું નથી અને દેવગતિના દેને પણ નરક પ્રાપ્ય પાપકર્મો હોતા નથી, માટે નરકને જીવ ચાલુ ભવથી સીધે બીજા જ ભાવે પુનઃ નારક થતું નથી અને દેવલેકને દેવ પણ સીધેસીધે નરકમાં જન્મતે નથી. તિર્યંચે અને મનુષ્ય જ નરકમાં શા માટે ઉત્પન્ન થાય છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે પૂર્વ ભવના કરેલા પાપ કર્મોને લઈને મેળવેલા તિર્યંચાવતારમાં પ્રાયઃ કરીને અવિવેક, ખાનપાનાદિની પરાધીનતા તેમજ વિશિષ્ટ સમ્યમ્ બુદ્ધિને અભાવ હોવાથી ભૂત-ભવિષ્યની વિચારણા તેમનામાં હોતી નથી. આ કારણે તે તિર્યંચે ગમે ત્યારે પણ પાપ કર્મોનું સેવન કરી નરકગતિને વેગ્ય કર્મો બાંધી શકે છે. કેટલાક હિંસક પચેન્દ્રિય અવતારને પામેલા સિંહ, વાઘ, દીપડા, નાગ, નેળીયા, બીલાડી, કાગડા, ગીધ આદિ જાનવરોની હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિ સહજ હોવાથી તેમને પરજીની હત્યા પણ સ્વાભાવિકી બને છે.