________________
આગમીય વાણીને બાળજી પણ સમજી શકે અને પોતાના સ્વાધ્યાયમાં સ્થાન આપી શકે તેવી સાદી-સીધી અને ઘણું સ્થળે થડા કે વધારે વિવેચનવાળી ભાષા જ પસંદ કરી છે. વિવેચન કરવાનો આશય તે એટલે જ છે કે–ચાર જ્ઞાનન. માલિક શ્રી ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નોને આશય તથા પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીએ આપેલા જવાનું રહસ્ય સૌને હૃદયંગમ થઈ શકે તેટલા પૂરતું જ છે. તેમ છતાં પણ મતિજ્ઞાનાવરણીય કે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના કારણે કયાંય ભૂલચૂક થઈ હોય તે હું ક્ષમાને પાત્ર છું.
છ શતક સુધી તે મારા ગુરૂદેવનું જે લખાણ હતું તેને જ વિસ્તૃત કર્યું છે, પછીથી સાતનાં શતકથી પૂર્ણાહૂતિ સુધી કેવળ મારૂ મતિજ્ઞાન જ કામે આવ્યું છે. તેમાં એકેય પ્રશ્ન છોડ્યો નથી, તેમ મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રશ્નોના કમનું ઉલ્લંઘન પણ કર્યું નથી. અમુક સ્થળે માનવીય દષ્ટિકોણથી જ વિવેચન કરાયું છે, જેથી તે તે વિષયે સરળ અને સુગમ બની શકે. ઘણા શતકે કે ઉદ્દેશાઓને પ્રારંભ અને અંત ઉપક્રમ, પ્રારંભ, પ્રારમ્ભતે કે નોંધ આદિ દ્વારા કર્યો છે. જેથી તે શતકના સરળાર્થને સમજવામાં કઠિણતા નડવા પામે નહીં તથા કેઈક સ્થળે મૂળ અને ટીકાને અવલંબીને કે તેના ભાવ જાણુને પ્રશ્નોત્તરે ખેલ્યા છે, વધાર્યા છે, સંસ્કાર્યા છે. જેને ખ્યાલ વાંચવાથી જ આવી શકશે.
આ પ્રસ્તુત ગ્રંથમાં પચ્ચીસમાં શતકને વિસ્તૃત કરતાં મને ઘણે જ આત્માનુભવ થયે છે, જે મારા માટે આશીર્વાદ સમાન બન્યું છે, તેમજ ૩૬૦ પ્રતિપક્ષી (પાખંડી)ઓ સાથે પણ બહુ જ મળી ગયું છું તેમ વાંચકોને લાગ્યા વિના નહીં રહે. મારે આત્મા કહે છે કે પ્રતિપક્ષી–પ્રતિવાદીને સમજ્યા