SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જીવાસ્તિકાયના પર્યાયે કેટલા? ભગવતે કહ્યું કે આના અનેક પર્યાય છે. અસંખ્યયપ્રદેશાત્મક હેવાથી જીવને જીવાસ્તિકાય કહેવાય છે. " नाणं च सणं चेव चरित्त च तवो तही । वीरियौं उबओगो अ एअजीवस्स लक्खण ।। " જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ હોય તે જીવ છે. જીવ લક્ષ્ય છે અને જ્ઞાનાદિ લક્ષણ છે. કેમ કે જીવને છેડીને જ્ઞાનાદિને રહેવાનું સ્થાન બીજે કયાંય નથી. હવે વિશેષ જ્ઞાન કરાવવાના ઈરાદાથી સૂત્રકાર પિતે જ જીવના પર્યાનું કથન કરે છે. (૧) જીવ-જે જીવે છે તે જીવ છે. પાંચ ઈન્દ્રિયે, ત્રણ બળ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણે વડે જીવતે રહે, શ્વાસોશ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે, શરીરની વૃદ્ધિ હાનિ થતી રહે તે ચૈતન્યવંત જીવ કહેવાય છે. એટલે કે તે તે ભવ પૂરતા પોતાનાં કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે દશે પ્રાણો વડે ચેતનામય બચે રહે તે જીવ છે. આત્મા જીવે છે, કેમ કે તેની પાંચે ઈન્દ્રિયે, ત્રણે બળે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય કર્મ પિતપતાનું કાર્ય કરી રહ્યાં છે માટે આત્માને જીવ કહેવાય છે, અને જ્યાં સુધી તેનામાં ઓછા-વત્તે અંશે પણ ચેતના છે, દ્રવ્ય અને ભાવ પ્રાણે છે ત્યાં સુધી તે ચેતન છે, અન્યથા અર્થાત્ પૃથ્વીથી લઈને દેવ સુધીના શરીરમાંથી ચેતના શક્તિની સમાપ્તિ થતાં તે મડદું કહેવાય છે, જે જડ છે. (૨) પ્રાણ-શ્વાસે શ્વાસરૂપ પ્રાણેને ધારણ કરેલા હોવાથી તેને પ્રાણ પણ કહેવાય છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy