________________
૫૯૭
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ અર્થ વિશ્વાસ પણ થાય છે, જેમકે “સાપો મેરે ઘર ફતવાર જ રા'...આજના સ્વાથી જમાનામાં ઇતબાર (વિશ્વાસ ) શબ્દ કેવળ શબ્દકેષમાં જ સચવાઈ રહ્યો છે. વિશ્વાસ નથી માટે કેઈના માટે મંગળ ભાવના કેવળ ઔપચારિક રહેવા પામી છે. અને બુદ્ધિ (બુધવાર) ન હોવાથી મંગળ પણ ક્યાંથી રહે? આ બધા પ્રસંગમાં પિશન, ખલ, નારદ ભગવંતેની મહેરબાની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ દેખાઈ રહી છે, તમને નથી દેખાતી? ક્યાંથી દેખાય? કેમ કે પાપકર્મોની સૂક્ષ્મતાને જાણવા માટે તમે ક્યારેય પ્રયત્ન કર્યો નથી, પરિણામે પાપ સંખ્યાની ગાથા બાલ્યા પણ તેમને સિરાવી શક્યા નહી. (૫) કિશુ જૂજ (ઉતરા. પ૪૯)
સૂચક એટલે ચાડી (કણે જવ) બીજાના કાનમાં ફેંક શી રીતે મારવી તેમાં તે પૂરેપૂરા સાવધાન હોય છે, કેટલા બે કલાક પછી ખાશે તે પણ તેમને વાંધો નથી પરંતુ પારકી ભાંજગડમાં અતિનિપુણ બનેલા અથવા પૂર્વભવથી આ પાપને ભારો માથા પર લઈને અવતરેલા જ્યાં સુધી પોતાના પેટને ઉભરે બીજાની આગળ ઠાલવે નહીં ત્યાં સુધી તેમને કેઈ કાળે ચેન પડતું નથી. યદ્યપિ ચાડીઆએના હાથમાં કશુંએ આવતું નથી તે કોઈની વાત તેઓ પેટમાં સંઘરી શકતા નથી.
(૧૭) પરિવાદ વિવેક્ વા પર પરિવાદને ત્યાગ ધર્મ છે–ધાર્મિકતા છે જ્યારે પરંપરિવાદ સ્વયં પાપ છે. પાપ સ્વાર્થ, મેહ, ક્રોધ, ઈર્ષ્યા કે લેભ આદિને વશ થઈ પારકા માટે કંઈક અવળું બેલવું તેને પરપરિવાદ કહેવાય છે. વ્યંગ, મશ્કરી, કુતૂહલવશ પણ આ પાપ જીવનમાં આવે છે, વધે છે