SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ ખળ, રૂપ તપ અને શ્રુતના મદ જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ માન અહુંકારરૂપી કષાય પેાતાના અસલી સ્વરૂપમાં આવીને જાતકને સર્વથા ઊંધે રસ્તે ચડાવીને બેહાલ કરી દે છે. તે સમયે નશામાં ચકચૂર બનેલા તેને એટલું પણ ખ્યાલમાં નથી રહેતુ` કે કાઇક ભવની હું આટલી બધી પુણ્ય સામગ્રી મેળવીને આવ્યેા છું, માટે તે બધાય પુણ્યને સથા સમાપ્ત કરાવનાર મદસ્થાનાને સેવવા ન જોઇએ. કેમકે—(૧) અનંત ભવામાં હલકી જાતિએ મેળવ્યા પછી આ ભવમાં રાધાવેધની સમાન ઉચ્ચ જાતિ મેળવવા ભાગ્યશાળી થયે છું. (૨) તેવી રીતે અનંતાનંત હલકા, ગંદા અને અસભ્ય આચારવાળા ખાનદાનામાં એડ્ડાલ અવસ્થા ભોગવ્યા પછી જ ઉચ્ચ કુળ મેળવ્યુ છે. (૩) અજમ ગજબના દાન પુણ્ય કર્યાં પછી જુદી જુદી જાતના લાભ મળ્યા છે. (૪) ઐશ્વય એટલે ધન-ધાન્યસુંદર વસ્રો આદિની પ્રાપ્તિ આછા પુણ્યવાળાને થતી નથી. (૫) કેટલાય જીવેાને અભયદાન, રૉટીદાન, વસ્ત્રદાન આપ્યાના કારણે સુદર શરીર અને રૂપસ'પતિ મળી છે. (૬) બુદ્ધિબળ મેળવવામાં કેટલાય ભવાની તપશ્ચર્યા કારણભૂત છે. (૭) ઉત્સાહ, વીર્ય, પરાક્રમ આદિ પણ બધાએને એટલે પુણ્ય વિનાનાઓને મળતા નથી. (૮) ગુરૂઓના ચરણમાં રહીને સયમ અને તપેાધર્મની આરાધનાના ફળરૂપે જ્ઞાનશક્તિ સાંપડે છે. મને જ્યારે ઉપરની બધી વાતે એછાવત્તા અંશે મળી ગઈ છે તે મારે જાતિમદ, કુળમદ, લાભમદ, ઐશ્વર્યાં મદ, ખળમદ, રૂપમદ, તપેામદ અને શ્રુતમદ કરીને આવનારા અન ંત ભવાને શા માટે બગાડવા ? આમ વિચારીને તે જાતક પાપ સ્વરૂપ અભિમાનના ત્યાગ માટે જ પ્રયત્નશીલ રહેશે. (૧૦) માયાવિવેગેરૂં વા :-સમજદારીપૂર્ણાંક માયાને ત્યાગ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy