SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૧૦ ૪૮૫ આનાથી વિપરીત અરિહંતના, તેમના મુનિઓના કે વીતરાગ પરમાત્માની મૂર્તિઓના દર્શન–વંદન નમન-પૂજન કે સ્પર્શનથી મિથ્યાત્વ પલાયન થઈને જેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે, તેમને તેવું ભાન થાય છે કે “આજ સુધી જીવ હિંસાના પાપે જ હું દુઃખી છું–રેગ ” માટે સૌથી પહેલાં મારે જીવ હિંસાના દ્વાર બંધ કરવા જોઈએ. પણ તેમને તેવાં પ્રકારનું જ્ઞાન અથવા ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ ન હેવાથી સર્વથા જીવ હિંસાને છેડી દેવા માટે તે જીવ સમર્થ બની શકતું નથી. યદ્યપિ તે ભાગ્યશાળી જીવ હિંસાદિ પાપોને પાપ જ સમજે છે, પણ પિતાની લાચારીના કારણે સંપૂર્ણ હિંસાના કાર્યો ન છેડી શકવાનાં કારણે સૌથી પહેલા સર્વથા નિરર્થક હિંસા અથવા ન કરે તે પશુ જીવન નિર્વાહમાં વધે આવતો નથી તેવી હિંસા, હિંસા કર્મો, હિંસા વ્યાપાર કે વ્યવહાને છેડવાને માટે દઢ પ્રતિજ્ઞ બને છે અને સ્વપ્નમાં પણ જાગૃત રહીને તે પ્રતિજ્ઞાનું પાલન કરે છે. શેષ રહેલી પોતાના પેટ કે વ્યવહાર માટે કરાતી હિંસા જે સર્વથા અનિવાર્ય છે, તેમાં પણ નિર્ધ્વસ પરિણામને, ક્રૂરતાને, ખાવા-પીવાની લાલસાને, ઓઢવા પહેરવાના મેહને, કે પુત્ર પરિવારની માયાને ધીમે ધીમે શમન કરીને સંસારને વ્યવહાર ઉદાસીન ભાવે ચલાવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય છે. જીવનના વ્યવહારમાં કયાંય પણ દયાને નાશ, સમતાને અભાવ, ઉદાસીનતામાં કમજોરી ન આવવા પામે તે માટે સમ્યકત્વથી દીપતે માનવ પ્રતિક્ષણે જાગરૂક રહે છે. તેમ છતાં પણ કેઈક સમયે કરેલે નિર્ણય ખ્યાલ બહાર ચાલ્યા જાય; પ્રમાદ સેવાઈ જાય, અને અજાણતાં યા બીજા કેઈ કારણે અનિચ્છાએ પણ કંઈ થઈ જાય અથવા કરવું પડે તે માટે તેને આત્મા પશ્ચાતાપપૂર્વક લાગેલા
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy