________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૩ માનંદીપુત્ર અણગારના પ્રશ્નો - પપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીની ઉપમાને ધારણ કરતી રાજગૃહી નામે નગરી હતી, ગુણશિલક નામે ચૈત્યોદ્યાન હતું. ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ, પર્ષદા આવી, ધર્મોપદેશ થયે.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના માનંદીપુત્ર અણગાર હતાં, જે સ્વભાવથી ભદ્રપરિણમી, ઉપશાંત, ક્રોધ-માન-માયા અને લેભને પાતળા કરનારા, માર્દવ તથા આર્જવ ગુણને આત્મસાત્ કરનારા, ગુરૂની આજ્ઞા પ્રમાણે સંયમધર્મને પાળનારા, તથા વિનય-વિવેકપૂર્વકની પર્ય પાસના કરનારા હતાં. એક દિવસે ઈર્યાસમિતિના સંશોધનપૂર્વક, ભાષાસમિતિને સુરક્ષિત રાખતા તે મુનિએ સમવસરણમાં આવીને વંદન-નમનપૂર્વક પૂછ્યું કે –
સ્થાવર છો મનુષ્ય અવતાર મેળવીને મોક્ષમાં જાય ?
હે પ્રભુ! પૃથ્વીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકાયિક જીવે કાપેલેસ્થામાં રહ્યા છતાં, ત્યાંથી મરણ પામીને સીધે સીધા શું મનુષ્ય અવતારને પામી શકે છે? શુદ્ધ સમ્યક્ત્વ મેળવી શકે છે? અંતે ઘાતિ કર્મોને નાશ કરી કેવળજ્ઞાન મેળવી મોક્ષમાં જનારા થઈ શકે છે? સારાંશ કે કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક જી નિરંતર મનુષ્ય અવતારમાં આવીને