SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ ૩૧૩ હતું, તેની આસપાસમાં “માલુકાકચ્છનામના વૃક્ષ વિશેષનું વન હતું. વૃક્ષની વિપુલતા હોવાથી તે વન સઘન અને કાળું દેખાતું હતું. પત્ર-પુષ્પ આદિથી તે વૃક્ષે લીલા વર્ણના હતાં. ત્યાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી. જે ધનવતી અને પ્રતિષ્ઠિત હતી. યાવત્ અરિહંતેના ધર્મની પૂર્ણરાગિણી હતી. તેલેસ્થાના કારણે ભગવાનના શરીરે પીડાકારક, દાહકારક, સર્વાગ વ્યાપક, કઠોર, કટુક અસહ્ય રોગ ઉત્પન્ન થયે, જેનાથી ભગવાનને ઝાડામાં લેહી પડવા લાગ્યું અને દિવસે દિવસે શરીર શિથિલ થતું ગયું. તે જોઈને લેકે આ પ્રમાણે કહેતા થયા કે “મંખલીપુત્ર શાળાએ મૂકેલી તે જેલેશ્યાને કારણે ભગવંતના શરીર ઉપર માઠી અસર થઈ છે. વૃદ્ધિ પામેલા પિતજ્વરના કારણે છદ્મસ્થાવસ્થામાં જ પરમાત્મા મૃત્યુ પામશે, કારણ કે તેલેશ્યાથી ઉત્પન્ન થયેલ દાહ તેમનાં શરીરને બાળી રહ્યું છે.” તે સમયે ભગવાનને અંતેવાસી “સિંહ” નામને અણગાર જે પ્રકૃતિથી ભદ્રિક યાવત્ છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરતે અને હાથ ઉચે રાખીને આતાપના લેતે વિહરતે હતે. એક દિવસે ધ્યાનાવસ્થામાં તેને આ વિચાર આવ્યો કે, “મારા ધર્માચાર્ય શ્રી મહાવીરસ્વામીનું શરીર ભયંકર રોગને લઈ આક્રાન્ત છે જે બહુ જ ખતરનાક છે. તેથી અન્ય તીર્થિક એમ કહેશે કે મહાવીર છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરી ગયા છે.” આ પ્રમાણે વિચારતે તે સિંહ અણગાર પિતાની આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને માલુકા વૃક્ષ વનમાં જઈ ધ્રુસકેધ્રુસકે રડવા લાગ્યો. તે સમયે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે હે નિર્ગ! શ્રમણે! અત્યારે મારા ગાકાન્ત
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy