SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૮ કર્મસત્તા ? જીવમાત્રના કલ્યાણેષુ શ્રી ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર પ્રભુને પૂછયું કે, “હે પ્રભો ! જૈન શાસનમાં કર્મની પ્રકૃતિએ કેટલી કહેવામાં આવી છે? એટલે કે કર્મોના ભેદ કેટલા છે?” કબાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “ગૌતમ! અનંત ચોવીશીના અનંત તીર્થકરેએ કમેને આઠ વિભાગમાં વિભાજિત કર્યા છે, અર્થાત્ કર્મોના ભેદ આઠ છે, જે પ્રકૃતિબંધ-રસબંધસ્થિતિબંધ અને પ્રદેશબંધથી પ્રત્યેક કર્મ ચાર ચાર પ્રકારે છે અને પ્રજ્ઞાપના સૂત્રના ૧૩મા પદે કહેલું પ્રકરણ જેવા માટે સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી ભલામણ કરે છે. મદિરાપાનમાં મસ્ત બનેલાનાં જ્ઞાનતંતુઓ તે સમય પૂરતા તેવી રીતે દબાઈ ગયેલાં હોય છે, જેથી તેની સ્મરણશક્તિને ઘણે જ હાર થઈ જતાં તે ભાઈને પાંચ મિનિટ પહેલાં બેલેલી–ચાલેલી–ખાધેલી–પીધેલી વાતે પણ યાદ રહેતી નથી. તેવી રીતે સાતેય કર્મોનું મૂળ મેહનીય કર્મ છે, જે શરાબપાનને ચરિતાર્થ કરનારૂં હોવાથી મેહ અને માયાઘેલા માનવને સંસારની ખટપટો, શૃંગારાદિ રસની વાર્તાઓ અને ભજને યાદ રહે છે, પણ સમ્યગજ્ઞાનની વાતે, ચર્ચાઓ યાદ રહેવા પામતી નથી. તેવી પરિસ્થિતિમાં દયાના સાગર, પ્રાણીમાત્રના કલ્યાણમિત્ર ગૌતમસ્વામીજી ફરી ફરીને કર્મોના સંબંધવાળા પ્રશ્નો પૂછતા રહે છે અને ભગવંત જવાબ આપે છે. આ પ્રસ્તુત પ્રશ્ન પણ કર્મ સંબંધી જ છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy