SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું ઃ ઉદ્દેશક-૬ ૧૯૯ નહિ” ત્યાર પછી તે હાથી પર બેસીને રાજમહેલે આવે. પરંતુ તેના વિચારોમાં આ પ્રમાણે પરિવર્તન થયું. “મારે પુત્ર રાજનીતિમાં કુશળ છે, લાડકવાય છે, સંધિ-વિગ્રહ અને મંત્રશક્તિમાં દીર્ધદષ્ટિ ધરાવનાર છે. આવા પુત્રને રાજગાદી ઉપર બેસાડતાં તે મેહમાં લપટાઈને દુર્ગતિને માલિક ન થાય માટે મારા ભાણેજ કેશિકુમારને રાજ્ય સોંપવું તે મને ઠીક લાગે છે.” એમ સમજીને મંત્રીઓને બોલાવ્યા. તેમની સલાહ લીધી અને સારા મુહૂર્ત ભાણેજને રાજ્યાભિષેક અને પિતાને દીક્ષા લેવાને સમય નકકી કરાયે. ત્યારપછી ભાણેજને રાજ્યાભિષેક કરીને પોતે શુભ લગ્ન, નવમાંશ દિનશુદ્ધિ અને ચંદ્રસ્વરમાં દીક્ષા લીધી અને વિવિધ પ્રકારે જ્ઞાન, ધ્યાન, તપથી સર્વે કર્મોને ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. રાજકુમારને આર્તધ્યાન : પિતાના પુત્ર અભિજિતુ કુમારને રાજગાદી નહિ દેવામાં ઉદાયન રાજાને અભિપ્રાય સારે હેવા છતાં પણ કુંવરના મનમાં એ વિષયને સંતાપ હતું કે, “રાજાએ મને રાજગાદી ન આપતાં કેશિકુમારને આપી તે સારું ન કર્યું. પછી તે આર્તધ્યાન વધતું ગયું. અને પિતાને સરસામાન લઈને ચંપાનગરીમાં કુણિક રાજાને મળે અને ત્યાં જ સ્થાયી બની ગયે. ઘણું વર્ષો સુધી શ્રાવકધર્મના આરાધના કરી. પંદર દિવસની સંખના કરી ૩૦ ટંકનું ભેજન છેડ્યું છતાં પણ મૃત્યકાળ પાસે આવતાં પિતાની સાથે બંધાયેલું વૈર ન છૂટ્યું. વૈરપાપનું પ્રતિક્રમણ ન કર્યું માટે મૃત્યુ પામીને ભવનપતિના આવાસમાં આતાપના સુરકુમાર નામે દેવ થયે, જ્યાં એક પલ્યોપમની આયુષ્ય મર્યાદા છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy