SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કે કેવળજ્ઞાન નથી પણ અવધિજ્ઞાન શક્ય છે, માટે જ દૂરના પ્રદેશમાં આશ્ચર્યકારી ઘટનાઓ બનતી સાંભળી રહ્યા છીએ. આવા વિષમય વિષમ કાળના વિષમ વાતાવરણમાં આપણું સાધુ-સંતેને સજાગ બનવાની જરૂર છે. ક્યાંક સુખદ અને પ્રશસ્ય પ્રયત્ન થઈ રહ્યાં છે એ આનંદની વાત છે પણ પાછા પિતાના માનેલા એકઠામાં જે ગોઠવાઈ જશે તો પાછું પરિણામ વિપરીત આવશે. “સાક્ષરા યદિ વિપરીતા ભવન્તિ તહિં રાક્ષસા ભવન્તિ” એવી દશા ન થાય માટે ગળથુથીમાં જ “નમે એ સવસાહૂણં” “મિત્તી સવ ભૂસુ” કઈ પક્ષ-વિયક્ષ, આગ્રહ-કદાગ્રહ કે હઠાગ્રહમાં ન તણાઈ જવાય તેનું પુરૂં ધ્યાન રાખવાનું છે. વિદ્વાન પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણીવરનું હૃદય આમ પોકારી ઊઠયું છે. એટલે તેમણે ચેકીદાર બની જાગતા રેજે”ની રેન મારી ગાઢ નિદ્રામાં પોઢેલા માનવીને કિંડિંમ નાદે જગાડવાનો પ્રયત્ન કર્યો છે. દ્રવ્યાનુયેગને વિષય જ એ સરસ છે કે, આત્મા તેના ચિંતન મનન અને નિદિધ્યાસનમાં તન્મય બની જાય, ઓતપ્રેત ને એકાગ્ર બની જાય માટે જ સહસ્ત્રાવધાની સૂરિપુર દર શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે ચિત્તને સ્થિર કરવાના ઉપાયમાં અધ્યાત્મ કલપકુમ જેવા મહાગ્રન્થમાં જણાવ્યું છે કે “સ્વાધ્યાય ગેશ્ચરણ ક્રિયાસુ” એટલે સ્વાધ્યાય ધર્મ જ ચિત્તને એકાગ્ર કરવાનું અમેઘ સાધન છે. શ્રી માષતુષમુનિ સ્વાધ્યાયમાં લીન બનતાં કેવળજ્ઞાન પામી ગયા કારણ કે સ્વાધ્યાય એ ઉત્કૃષ્ટતમ આત્યંતર તપ હોવાથી સંવર અને નિર્જરાને પ્રકૃષ્ટતમકારક છે. માટે જ ઘડી બે ઘડી સ્વાધ્યાય કરવા જરૂર છે. નવું.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy