________________
૧૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩
સમાપ્તિવચનમ જગતુપૂજ્ય નવયુગપ્રવર્તક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.(કાશીવાળા)ના ઘણા શિષ્યમાં અદ્વિતીય વસ્તૃત્વ શક્તિધારક, પ્રાસાદિક લેખન સામગ્રીના સ્વામી, ઐતિહાસિક, ધાર્મિક, આગમીય આદિ ગ્રંથના સર્જક, પંચ મહાવ્રતના પાલક, અહિંસા-સંયમના પ્રચારક, શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સા.ના શિષ્ય, ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, ભગવતીસૂત્રાદિ આગમના ગદ્વાહક, પન્યાસપદવિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમારશ્રમણે) પિતાના સ્વાધ્યાય માટે ભવભવાંતરમાં સમ્યગજ્ઞાનના સંસ્કારની પ્રાપ્તિ થાય તે માટે ભગવતીસૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) જેવા ગહનાતિગહન, આગમ સૂત્રના બારમા શતકને દશ ઉદ્દેશાઓ સાથે પૂર્ણ કર્યું છે
शुभ भूयात् सर्वेषां जीवानाम् जैनत्व प्राप्नुयुः सर्वे जीवाः । ૧૨મું શતક પૂર્ણ
*
*
-
-