SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧૦ આત્મા દર્શનરૂપ જ હોય છે, અને દર્શન પણ નિયમથી આત્મારૂપ જ હોય છે. કેમકે સમ્યગદષ્ટિ કે મિથ્યાદષ્ટિમાં દર્શન સમાન જ હોય છે. અહીં દર્શનથી મિથ્યાદર્શન શબ્દની વ્યાખ્યા લેવાની નથી, પરંતુ દર્શનાવરણીયના ક્ષપશમથી પ્રાપ્ત થતી દર્શનશક્તિ લેવાની છે. નારક જી, વિકસેન્દ્રિયે, પંચેન્દ્રિ તિર્યંચ મનુષ્ય તથા દેના જીવે પણ દર્શન સ્વરૂપવાળા હોય છે. રત્નપ્રભાદિ વિષે વક્તવ્ય વિશેષતા પ્રશ્ન-“હે પ્રભે! રત્નપ્રભા પૃથ્વી શું સરૂપ છે? અસરૂપ છે?” કર્મવશ બનેલ આત્મા પ્રતિસમયે તે તે પર્યાને સ્વીકારતે અને ત્યાગતું હોવાથી આત્મા સરૂપ છે, કેમકે સરૂપ પદાર્થ જ ભિન્ન ભિન્ન પર્યાને પ્રાપ્ત કરે છે, અને અસદુરૂપ પદાર્થ તેમ કરતું નથી. માટે જ ગૌતમસ્વામીએ પૂછયું કે, રત્નપ્રભા પૃથ્વી શું સદ્દરૂપ છે? અથવા અસદ્દરૂપ છે? જવાબ–પરમાત્માએ કહ્યું કે, “રત્નપ્રભા પૃથ્વી કથંચિત (અમુક અપેક્ષાએ) સરૂપ એટલે આત્મરૂપ છે, અને બીજી અપેક્ષાએ કથંચિત્ અસરૂપ છે. અને તે બંનેને એક જ સમયમાં કહેવું હોય તે કથંચિત્ અવક્તવ્ય પણ છે. સરળાર્થ એ છે કે રત્નપ્રભા પૃથ્વી પિતાના સ્વભાવથી સરૂપ છે અને પરસ્વભાવથી અસદુરૂપ છે. ' કેઈ પણ પૃચ્છક, અમુક દ્રવ્યને અસ્તિત્વ પર્યાયથી કે નાસ્તિત્વ પર્યાયથી પૂછી શકે છે. જેમકે-રમલાલે રતનલાલને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy