SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉંમરમાં ચારિત્ર લીધું હોય તે પાપમ પૃથકત્વ કરતાં આઠ વર્ષ વધારે કહેવું જોઈતું હતું પણ તેમ કહ્યું નથી. માટે ચારિત્ર વિનાને કાળ પલ્યોપમ પૃથકત્વમાં સમાવિષ્ટ સમજવો. ભાદેવને વિરહકાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે દેવકથી ચ્યવને કેઈક જીવ મનુષ્ય કે તિર્યંચરૂપે અવતરીને અન્તર્મુહૂર્તમાં જ કાળ કરીને પાછે દેવાવતાર મેળવી શકે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિની કાળમર્યાદા અનંત ઉત્સર્પિણની હેવાથી દેવને વિરહકાળ પણ તેટલે જ સમજ. કેમકે વિષયવાસનામાં લુબ્ધ બનેલ દેવ વનસ્પતિકાયમાં જાય છે ત્યાં તેને તેટલે સમય રહેવાનું હોવાથી કદાચ તે જીવ પાછો દેવ બને તે અપેક્ષાએ આ સૂત્ર-વચન છે. અલ્પસ્તુત્વ કાળ : સૌથી થડા નરદેવે હોય છે. તેનાથી સંખ્યાતગણું વધારે દેવાધિદે હોય છે. તેનાથી ધર્મદેવે સંખ્યાતગણું છે. ભવ્ય દ્રવ્યદેવે તેમનાથી પણ અસંખ્યાત છે. અને ભાવેદે તેનાથી અસંખ્યાતગણું છે. ભાવનું અપબહુત્વ: અનુત્તરપપાતિક ભાવળે સૌથી ઓછા છે. ઉપરિત્રિકના ત્રણ રૈવેયકે તેનાથી સંખ્યાતગણ. મધ્યમત્રિકના પ્રિવેયિકો તેનાથી સંખ્યાતગણા. બારમા દેવલેના સંખ્યાલગણા વધારે જાણવા. આ પછી ક્રમશઃ આરણ અને આનતમાં સંખ્યાતગણ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy