________________
૩૨ ]
શ્રી સિધ્ધિપદ
તમારા પિતાની ગ ધ કેવી આવતી હશે? એ તમને ય ખબર નહીં હોય પણ કૂતરાને તે તમારા પગલાંની ય ગંધ આવે છે.
બે, તમે ખુદ પણ તમારા પગલાંની ગંધ છે તેમ માની શકો છો? છતાં ય ગંધ છે એમ માન્યા વિના છૂટકો છે.
તમે જે અંધારામાં ડગલું ભરી ન શકો તે અંધારામાં જરા ય ભૂલ-ચૂક વિના બિલાડી દોડાદોડ કરી શકે છે ને?
ગીધ ગમે તેટલું ઊંચુ ઉડતુ હોય તે ય એની નજર જમીન સુધી કેવી પહોંચે છે? જરાક ખડખડાટ થાય કે કૂતરું ગમે તેવી ઊંઘમાં હોય પણ સજાગ થઈ જાય એટલે એટલું તે નકકી કરી શકાય કે માણસની ઇંદ્રિયશકિત એટલી શકિતહીન છે કે રૂપવાળી વતું હોવા છતાં ય તેને જોઈ જ શકે તેવું નહીં સ્પર્શવાળી હોવા છતાંય સુધી જ શકે તેવું નહીં, રસવાળી હોય એટલે ચાખી જ શકે તેવું નહી.
શું આપણને માત્ર એક બારીક ખાંડના કણને સ્વાદ આવે? ગંધ આવે? તેને સ્પષ્ટ રીતે કોઈના કહ્યા વગર જોઈ શકીએ?
આપણે સ્વાદ નથી લઈ શકતા કે સુંઘી નથી શકતા એટલા માત્રથી ખાંડને કણિયા નથી એમ માનીએ તે ચાલી શકે જ નહીં.
તેથી નક્કી કરવું જોઈએ કે “આપણી ઈદ્રિથી જેટલું અનુભવી શકીએ એટલું જ છે. એમ માનવાને માણસને અધિકાર જ નથી.”
આજનું વિજ્ઞાન સૂફમદર્શક યંત્ર વડે કેટલીય એવી