________________
વિવેચન ]
[ ૨૯
સામેનું પાત્ર પ્રેમ આપે છે માટે જ ને? અને સામેનાને આપણા પ્રત્યે પ્રેમ છે કે નહીં તે જાણવા માટે અનુમાન સિવાય કઈ પ્રમાણ નાસ્તિક પાસે છે ?
આમ સારાય સંસારના વ્યવહારનો મેટો ભાગ અનુમાન પ્રમાણ ઉપર જ ચાલે છે. છતાં ય કેટલાંક આવા મૂર્ખ શિરોમણીએ હોય છે કે, જેઓ કહે છે કે અમે તો પ્રત્યક્ષ જ પ્રમાણ માનનારા છીએ. એ ખોટો ગર્વ ધારણ કરી રહ્યા હોય છે. શું પ્રત્યક્ષ પ્રમાણ સાચું જ હોય છે ?
માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનનાર વિચારવું જોઈએ કે, પાંચ ઇંદ્રિયેની શક્તિ કેટલી મર્યાદિત છે અને એમાં મનુષ્યની ઇંદ્રિય શક્તિ તે પ્રાણીઓ કરતાં પણ ખૂબ નીચી કક્ષાની છે.
તમારા ઘરના એક ખૂણામાં પડેલી ખાંડની ગંધ તમને ના આવે પણ દૂર રહેલી કીડી પકડી પાડે
જેને અનુભવ હોય છે તે સમજી જાય કે કીડીઓ દોડાદોડ કરે છે માટે ઘરમાં કઈ વેરાયેલું હોવું જોઈએ. - ઘીના કુલા કેવી રીતે પાછો મળ્યા ? .
શાસ્ત્રકારોએ આવા પ્રાણીઓમાં પણ જ્ઞાન સ્વીકાર્યું છે, આપણા શરીરમાં જે આતમા છે તે જ કીડી જેટલા નાજુક શરીરમાં પણ રહી શકે છે પણ જેમ માણસ અંધારા ઓરડામાં પૂરાઈ જાય અને ઓરડાને એક પણ બારી-બારણુ ન હોય તે તેને બહારની કેટલી વસ્તુ દેખાય? પણ તેમ છતાં ય બારીબારણાની તડામાંથી બહુ મહેનત કરે તે થોડું દેખાય. એવી રીતે એકેન્દ્રિય–બેઇન્દ્રિય વિગેરેના શરીરે અંધારા ઓરડા