________________
II
એ
-
મ
=
=
''
'
'
આ પછી, શેઠ શ્રી છગનલાલ કસ્તુરચંદવાળા શ્રી બાબુભાઈ છગનલાલ યાદ આવે છે. મુંબાઈમાં શેઠ શ્રી છગનલાલ કસ્તુરચંદની પેઢી તરફથી શ્રી બાબુભાઈએ વિ. સં. ૨૦૦૧ માં ઉછામણીમાં રૂા. ૨૫-૧) બેલીને શ્રી ભગવતીજી સૂત્ર પૂ. આચાર્યદેવને વહરાવ્યું હતું અને આ ગ્રન્થની છપામણ-બંધામણીનું તમામ ખર્ચ પણ તેમણે તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી શેઠ શ્રી છગનલાલ અમરચંદની યાદગીરી નિમિત્તે આપ્યું છે, જે એક સુંદર સુગ જ ગણાય.
આ સ્થલે શ્રી જેન પ્રવચન કાર્યાલયને પણ યાદ કર્યા વિના ચાલે નહિ. આ ગ્રન્થના મુદ્રણ આવુિં તમામ કાર્ય શ્રી જૈન પ્રવચન કાર્યાલય હસ્તક કરાવાયું છે. પુસ્તકને સુશોભિત બનાવવાની પૂરેપૂરી કાળજી રાખવા સાથે, ઓછામાં ઓછે ખર્ચો લાગે તેની ચીવટ રાખવામાં આવી છે–એ માટે તેમજ અમેએ આ ગ્રન્થ શ્રી જેન પ્રવચન સાપ્તાહિકના સને ૧૯૫૧ ના ગ્રાહકોને ભેટ આપવાને નિર્ણય કર્યો, તે નિર્ણયને સહર્ષ વધાવી લેવાને માટે પણ, શ્રી જૈન પ્રવચન કાર્યાલયના મહાનુભાવ કાર્ય કરેને અમે યાદ કર્યા છે.
ઉપર્યુક્ત સર્વને સાદર આભાર માનવા સાથે, આ ગ્રન્થમાળા પ્રત્યે સૌની મમતાને ઈચ્છીએ છીએ.
--પ્રકાશકે.
=
==
=
=
==
===