________________
N1
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને
રાજપુરૂ શ્રી સુદર્શનનો ગજબને ઢેડફજેતો કરે છે. શ્રી સુદર્શન બધું જ જુએ છે અને સાંભળે છે, છતાં પોતાનાં કર્મોની નિજેરાને સાધવામાં ધીર અને વીર બનેલા એ મહાપુરૂષ, એક હરફ પણ ઉચ્ચારતા નથી.
એમની ધર્મપત્ની મનોરમાને કાને આ વાત જાય છે. એ નિર્ણય કરે છે કે-“મારા સ્વામીમાં આ સંભવે જ નહિ.” તરત જ તે પણ જ્યાં સુધીને માટે પિતાના પતિને છૂટકારે થાય નહિ, ત્યાં સુધીને માટેના કાર્યોત્સર્ગનો રવીકાર કરે છે.
રાજપુરૂ શ્રી સુદર્શનને નગરમાં ફેરવીને નગર બહાર લઈ ગયા અને શ્રી સુદર્શનને ભૂલીએ ચઢાવ્યા. ત્યાં તે શ્રી સુદર્શનના પુણ્યબળે આકર્ષાએલી શાસનદેવીએ ફૂલીનું સવર્ણમય સિહાસન બનાવી દીધું.
પૂર્વ ભાગમાં કરેલા અશુભ કર્મના ઉદયથી, શ્રી સુદર્શન જેવા તદ્દન નિર્દોષ અને શીલસંપન્ન પુરૂષની ઉપર પણ આવી આફત આવવા પામી; પરન્તુ એ મહાપુરૂષ વિવેકી હતા, તે તેમણે એ આફતને એવા સમભાવથી વેઠી કે-એથી એ પાપકર્મ ખપી જવા સાથે, બીજા ઘણું ઘણું પાપકર્મોની થોકબંધ નિરીને તેઓ સાધી શક્યા.
આ નિમિત્તે, તેમના વિરાગભાવને ખૂબ જ ઉત્તેજિત કર્યો. તેમનું રાજએ તો ઘણું બહુમાન કર્યું, પરન્તુ તેમણે તે સંયમનો જ સ્વીકાર કર્યો. એ મહાપુરૂષે એવી સાધના કરી કે - કેવલજ્ઞાનને ઉપાજીને આયુષ્યને અંતે એ મુક્તિએ પહોંચ્યા.
તેમની ધર્મપત્ની શ્રીમતી મને રમા પણ, સંયમને સાધી, કેવલજ્ઞાનને ઉપાછ, મોશે પહોંચ્યાં.