________________
૫૦૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા
જન્મે, એ શકય છે. પાપથી વિરામ પામવા દે જ નહિ, એવા પાપકર્મના ઉદય હાય, તેા સમ્યગ્દષ્ટિ પણ મહાપાપાને સેવનારા હોય એ મને, પરન્તુ સમ્યગ્દર્શનની હાજરીના ચેાગે, એને ભાગસુખ ઉપાદેય તેા લાગે જ નહિ.
શ્રી સુદર્શન ત। સમ્યગ્દષ્ટિ હોવા સાથે પરસીના ત્યાગી છે અને કપિલાએ ઉભી કરેલી સામણુ વખતે પણ એમની નજર જો પેાતાના સ્વીકારેલા ત્યાગ તરફ જ રહી, તે ભોગી હોવા છતાં પણ, એ કામવિજેતા બનીને કપિલાથી મુક્ત અની શકયા. આ રીતિએ કામ ઉપર વિજય મેળવીને શ્રી સુદર્શન, પેાતાને ઘેર આવ્યા બાદ અભિગ્રહ કરે છે કે હવેથી હું એકલા ઢાઈને ઘેર જઈશ નહિ!'
શ્રી સુદર્શન જેવા કામવિજેતાએ પણ આવા અભિગ્રહ કેમ ગ્રહણ કર્યાં? એ માટે કે-નિમિત્ત કારણેાની પ્રખલતાને પણ એ સમજતા હતા. ખરામ નિમિત્તો ખરાખ ભાવને પેઢા થવામાં ઘણાં સહાયક બની જાય છે, માટે જેણે સારા રહેવું હોય, તેણે ખરાબ નિમિત્તોથી મચતા રહેવાના અને સારાં નિમિત્તોને ચેાગ સાધ્યા કરવાના જ પ્રયત્ન કરવા જોઈએ. આજે કેટલાકેા અધ્યાત્મના નામે ઉપાદાન કારણને મહત્ત્વ આપીને, ‘નિમિત્ત કારણાની કાંઈ અસર જ નથી’ -એવા ઉમાગને પ્રચારી રહ્યા છે અને તેમ છતાં પણ તે દેવદર્શન, શાસ્ત્રવાંચન આદિ પણ કરી રહ્યા છે, એટલે એમનો ઉન્માર્ગ પ્રચાર તા ‘માતા મે હથ્થા’કોઈ એમ કહે કે-મારી મા વાંઝણી છે' એના જેવા જ પૂરવાર થાય છે. નિમિત્ત કારણની અસર જ ન હોય, તે। દેવદર્શન અને શાસ્ત્રવાંચન