________________
.
{
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
: ૫ સૂરિપદને ચગ્ય બન્યા છે. આથી આચાર્યશ્રીએ તે બન્નેને શ્રી સૂરિપદ ઉપર સ્થાપન કર્યા અને ત્યારથી તે બને ય મહાત્માઓ, શ્રી જિનેશ્વરસૂરિજી અને શ્રી બુદ્ધિસાગરસૂરિજી -એવાં પવિત્ર નામોથી સુવિખ્યાત થયા..
આમાંના એક આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજીએ, નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજીને તૈયાર કર્યા અને આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ આઠ હજાર લેક પ્રમાણુ એક નવું વ્યાકરણ બનાવ્યું, કે જે વ્યાકરણ “બુદ્ધિસાગર” એવા નામથી સુપ્રસિદ્ધ થયું. આથી તમે કલ્પના કરી શકશે કે–એ બને ય કેટલા બધા સમર્થ હતા ! :' એ તે બધું પાછળથી બન્યું છે, પણ સૌથી પહેલાં તો આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીએ, પિતાના તે બને શિષ્યની પાસે, પિતાની જે મહેચ્છા હતી તે પાર પડાવી છે. આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીએ એ બનેને શ્રી સૂરિપદનું દાન કર્યા પછીથી, તેમને અલગ વિહારની અનુજ્ઞા આપી. અલગ વિહારની તેમને અનુજ્ઞા આપતાં, આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીએ તેમને કહ્યું કે પાટણમાં રહેલા ચૈત્યવાસી આચાર્યો, સુવિહિત સાધુઓને ત્યાં રહેવા દેતા નથી અને તેમને હેરાન કરે છે. સુવિહિત સાધુઓની એ તકલીફનું, તમારે તમારી શક્તિ અને બુદ્ધિથી નિવારણ કરવાનું છે, કારણ કે આ કાળમાં . એ કાર્ય કરવાને તમે જ સમર્થ છે.” : પિતાના ગુરૂદેવની એ આજ્ઞાને, શ્રી જિનેશ્વરસૂરિજીએ તથા શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ માથે ચઢાવી અને તરત જ ગૂજરાત તરફ વિહાર કર્યો. તે બન્નેએ પાટણ પહેચીને,