SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૦૭ પેલા શેઠના નાના દીકરા પ્રત્યે ગામના લેકેને ઘણે સદભાવ હત; સૌ કઈ એના દયા-દાનાદિ ગુણેની તારીફ કરતું હતું, પણ એક આદમી એ પણ હતું કે એ આનું કાસળ કાઢી નાખવાની જ પેરવીમાં હતે. . એ માણસ શરાબી હતે. શેઠના નાના છોકરાના ઘરની પાસે જ એ રહેતું હતું. વારંવાર એ શરાબ પીઈને આવતે અને ઘરમાં ધીંગાણું મચાવતો. એની આી તથા એનાં બાલ-બચ્ચાં પણ એનાથી કંટાળી ગયાં હતાં. શરાબીની દશા કેવી થાય છે, એ તે જાણે છે ને? એને આત્મા પાયમાલ થઈ જાય છે–એટલું જ નહિ, એનામાં ગુણ હેય તે ય તે નાસી જાય છે અને અનેક દુર્ગુણ એનામાં પેસી જાય છે-એટલું જ નહિ, પણ એ શરીરથી ય પાયમાલ થઈ જાય છે અને ધનથી ય પાયમાલ થઈ જાય છે. નથી ગુણ રહેતા, નથી ઈજજત રહેતી, નથી શરીરસ્વાચ્ય રહેતું કે નથી ધન રહેતું. શરાબની જ્યારે તાલાવેલી લાગે છે, ત્યારે શરાબને મેળવવાને માટે, એ ભયંકરમાં ભયંકર પણ અનાચારને આચરતાં અચકાતું નથી. શરાબ તે માણસને બેભાન બનાવે છે, પણ શરાબની જેરદાર તલપ પણ માણસને બેભાન બનાવે છે. પિલા શરાબીની પણ એવી જ દશા થઈ છે. પિતાની પાસે જે કાંઈ દ્રવ્ય હતું, તે એણે શરાબીમાં ગુમાવી દીધું. તે પછી ઘરમાંથી વાસણ-કુસણ વિગેરે ચીજો પણ એણે વેચવા માંડી. એની સ્ત્રી એને સમજાવવાનો અને અટકાવવાને મથતી, તો એ એને પણ મેથીપાક આપતે અને ઘરની ચીજો
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy