SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ કોઈને દુશ્મનાવટ થાય, તે તેથી આશ્ચર્ય પામવા જેવું નથી.’ કેમ ? કારણ એ કે—અત્યારે તા એ સારી રીતિએ વર્તે છે, પણ પૂર્વ ભવાન્તરેશમાં એણે ભૂલ કરીને પાપકમ ઉપાજ્યું હોય અને એ પાપકમ અત્યારે ઉયમાં આવ્યુ હાય, તા શું થાય ? એના એ પાપકર્મના ઉદયથી, એના પ્રત્યે દુશ્મનાવટ રાખનારા મળી આવે, એ સંભવિત છે. જેનું એણે ભલું જ કર્યું હોય અને જેનું તે ભલું જ કરવાને ઈચ્છતા હોય, તેવા પશુ માજીસ એના પ્રત્યે દુશ્મનાવટ શખનારા અને, એ સ'વિત છે અને તેમાં કારણ, તેના પાતાના જ પૂર્વકાલીન પાપકમના ઉદય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માઓને પણ, એ તારકોના અન્તિમ ભવમાં ય ઉપસર્ગ કરનારા, કલંકિત ઠરાવવાને મથનારા મળી જાય છે, તે શાથી? માણસ તદ્દન શુદ્ધ આચારવાળા હોય, તદ્દન શુદ્ધ હૃદયના હાય, તે છતાં પણ એના ઉપર અનાચારનું કલંક આવે, એ પણુ અને અને અનાચારી તરીકે તે પકાચ, એમ પણ અને; જો કેએવું થાડુ બને, પણ પૂર્વ કાલીન પાપકર્મના ઉદયથી એવું પણ મને! તમે દુશ્મનાવટ રાખા તા જ કાઈ તમારા પ્રત્યે દુશ્મનાવટ રાખે, એવા એકાન્ત નિયમ નથી. તમારા હૈયામાં કોઇ પ્રત્યે દુશ્મનભાવ ન હાય, તે છતાં પણ તમારા પૂર્વકાલીન પાપકર્માંના ઉદયથી, તમારા પ્રત્યે દુશ્મનાવટ રાખનારા હોય—એવા પણ મળી આવે, એ સંભવિત છે. એ વખતે પણ એના પ્રત્યે દુશ્મનભાવ આવે નહિ અને એના પ્રત્યેના દયાભાવ અખડ બન્યા ડે, એમાં જ તમારૂં કલ્યાણુ છે.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy