SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ પ્રકારે એ સંયમશીલપણે વર્તતે હેય, તે પણ એના શરીરના વેગને પામીને કાંઈનહિ તે છેવટે વાયુકાયના જી પણ હણાય એ સંભવિત છે; જે કે-કઈ પણ જીવની વિરાધના થવા પામે નહિ–એની એના મનમાં પૂરેપૂરી કાળજી છે અને એ માટે એ કેવળ સંયમશીલપણે જ વતે છે, એટલે એને એ પ્રકારે થતી હિંસાને દોષ લાગતો નથી અગર તે એ હિંસા એણે કરી એમ પણ કહેવાય નહિ, પરંતુ વાત તે એ વિચારવાની છે કે-એ પણ જીવ જ્યાં સુધી દેહધારી હોય છે, ત્યાં સુધી એના દેહથી કાંઈ પણ વિરાધના નિપજવાને સંભવ છે; જ્યારે જે જીવ મેક્ષને પામે, તે જીવથી તે કોઈ પણ કાળે, કોઈ પણ જીવની વિરાધના સીધી રીતિએ કે પરંપરાએ પણ થવાને અવકાશ જ રહેતું નથી. આમ એક જીવ પણ મેક્ષને પામે, તે પણ જગતના જીવ માત્રનું હિત જ સધાય છે, તે પછી એક એક ભગવાન શ્રી જિનેશ્વરદેના શાસનમાં પણ સંખ્યાબંધ જીવે મોક્ષને પામે છે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદે તે જગતના જીનું-જગતેના જીવ માત્રનું, બીજે કંઈ પણ જીવ કદી ન પણ સાધી શકે એવું હિત સાધનારા હોય જ છે, આથી એ તારકેતે સાર્વીય” એવું વિશેષણ બરાબર ઘટી શકે છે. શુદ્ધિને રાગ અને અશુદ્ધિને ત્યાગ કરે | સર્વને માટે હિતકર હોય, તે જ સાચા પ્રભુ છે. ભક્તનું ભલું કરે અને અભક્તનું બૂરું કરે, દેને ખૂશ કરે અને દૈત્યોને નાશ કરે, એને પ્રભુ ન કહેવાય. પ્રભુ ભલું જ કરે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy