SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૧ ગણધર ભગવાને રચેલી દ્વાદશાંગીની પરંપરા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ચાલી અને આજે પણ ચાલી રહી છે, એ વાત પણ સમજી લેવી જોઈએ અને ત્યારે જ આ શ્રી ભગવતીજી સૂત્રના પ્રણેતા સંબંધીને નિર્ણય પૂર્ણતાને પામેલો ગણાય. સામાન્ય રીતિએ વિચારનારને તે એમ જ લાગે એ સંભવિત છે કે પહેલા ગણધર ભગવાન શ્રી ઇન્દ્રભૂતિજી, કે જેઓ ગૌતમ બેત્રના હોવાના કારણે જેના સમાજમાં શ્રી ગૌતમસ્વામીજીના નામથી વિશેષતઃ ઓળખાય છે, તેમણે રચેલી દ્વાદશાંગીની પરંપરા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ચાલી હશે અને તે જ પરંપરા આજે પણ વિદ્યમાન હશે. પરંતુ, વસ્તુતઃ તેમ બન્યું નથી. પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી સિવાયના, શ્રી ઇન્દ્રભૂતિજી આદિ દશેય ગણધર ભગવાનેએ રચેલી દ્વાદશાંગીની, પરંપરા ચાલી નથી; તે દ્વાદશાંગીઓને તે વિચ્છેદ જ થઈ જવા પામ્યો છે એટલે એક માત્ર પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની જ પરંપરા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ચાલી છે. ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીને ઘણે ભાગ પણ નષ્ટ થઈ જવા પામ્યો છે, પણ આ કાળમાં દ્વાદશાંગી પિકીનો જેટલો ભાગ વિદ્યમાન છે, તે ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીમાંને જ ભાગ છે. આથી તમે સમજી શકયા હશે કે આ શ્રી ભગવતીજી સૂત્રની રચના પણ ભગવાન શ્રી મહાવીર પર માત્માના ગણધર ભગવાન શ્રી સુધમસ્વામીજીએ જ કરેલી છે.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy