SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા સ્તન્યા પછીથી, એ મહાપુરૂષે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વપ્રધાનતાનું સૂચક એવું આ વિશેષણ વાપર્યું છે. એ મહાપુરૂષે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને સર્વજ્ઞ તરીકે પણ ઓળખ્યા, ઈશ્વર તરીકે પણ ઓળખ્યા, અનન્ત તરીકે પણ ઓળખ્યા અને અસંગ તરીકે પણ ઓળખ્યા; પછી આ બધી ઓળખના બળે, એ મહાપુરૂષે નિર્ણય કર્યો કે-જે આત્માએમાં સર્વજ્ઞતા હેય, ઐશ્વર્ય હેય, અનન્તતા હોય અને અસંગતા હોય, તેઓ અવશ્યમેવ સર્વપ્રધાન કહેવાય અથવા તે સર્વપ્રધાન તે તેઓ જ કહેવાય, કે જેમાં સર્વજ્ઞતા, એશ્વર્ય, અનંતતા અને અસંગતા હેય. સર્વજ્ઞતા આદિ ગુણથી રહિત આત્માઓમાં સર્વપ્રધાનપણું સંભવે જ નહિ. બીજાઓથી કાંઈ પણ ન્યૂનતા હેય નહિ અને બીજાઓના કરતાં કાંઈક પણ અધિકતા હોય, ત્યારે જ સર્વપ્રધાનપણું સંભવે ને? આ વાત તમારે પણ બરાબર સમજી લેવા જેવી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ટીકાકાર આચાર્યભગવાનને સાચી ઓળખ હતી, એટલે એ મહાપુરૂષે ભગવાન શ્રી જિને ચદેવોની સ્તુતિને મંગલાચરણ માટે પસંદ કરી અને એ તારકિની સ્તુતિ કરતાં એવો ઉલ્લાસ આવ્યો કે-એ મહાપુરૂ એ તારકેને પંદર વિશેષણથી સ્તવ્યા. તેમાં ય, ચાર વિશેષણ વાપર્યા પછી, “સર્વપ્રધાનતાનું સૂચક વિશેષણ વાપર્યું. એ મહાપુરૂષના હૈયે ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે આવી ભક્તિને ભાવ શાથી ઉત્પન્ન થયો? સાચી ઓળખ થઈ માટે ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં સુનિશ્ચિતપણે સર્વ પ્રધાનપણું છે, પણ જેમને એ તારકેના સ્વરૂપની સાચી ઓળખ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy