________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૮૫ વૈરાગ્યમય બનાવી દીધો. એને પિતાની પટ્ટરાણી તરફને રાગ નષ્ટ થઈ ગયે-એટલું જ નહિ, એને કામરાગ નષ્ટ થઈ ગ–એટલું પણ નહિ, પરંતુ એને સારા સંસાર પ્રત્યે વિરાગ જન્મે. એ રાજાએ પિતાના અંતરિને ત્યાગ કર્યો, કુટું બનો ત્યાગ કર્યો અને રાજ્યને પણ ત્યાગ કર્યો. જે એને કામરાગ ગયો ન હેત, તે એ રાજા રાણીને શિક્ષા કરત અને અન્યને વિષે પ્રેમાળ બનત, પણ રાજ્યાદિકને ત્યાગ કરત નહિ. કામી જનને જેના ઉપર ગાઢ પ્રીતિ હોય છે, તે વ્યક્તિ જે બેવફા નિવડે છે, તે તે તેમનાથી સહાતું નથી. અરે, બેવફા નિવડવાની વાત તે દૂર રહી, પણ સામી વ્યક્તિમાંથી પોતાના પ્રત્યેને રાગ ઘટ્યો છે-એટલું પણ જો જણાય, તો ય તે સહાતું નથી. એવા વખતે પહેલાં જેના ઉપર ઓવારી જવાતું હોય, તેને ઘાત કરી નાખવાની તત્પરતા પણ આવી જાય છે. એવા પ્રસંગે પણ ઘણા બન્યા છે, પરંતુ જે એવા નિમિત્તને ય પામીને અન્તઃકરણમાં વિવેક પ્રગટે છે, તે કામ તરફ જ અરૂચિ પ્રગટે છે. શગ થા વિના ગુણ પ્રગટે જ નહિ? - આ પ્રસંગમાં આપણે મુદ્દો તે એટલો જ છે કે-રાગને ક્ષય થવે એ અશક્ય નથી. વિવેક પ્રગટયા વિના રાગને ક્ષય સાધી શકાય નહિ, પરંતુ વિવેકી માટે રાગને ક્ષય સાધવે એ કેઈ અશક્ય વસ્તુ નથી. રાજા ભતૃહરિને પછી રાજ્યના મંત્રિઓ વિગેરેએ બહુ બહુ વિનવણીઓ કરી છે, પણ એ રાગમાં લપટાયા નથી. રાગ અનાદિમાન છે, એટલા જ