SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૧૯૭ - જેને પુણ્યથી મળેલી સામગ્રીને સદુપયોગ કરવાની વાત વેળાએ આવો જ વિચાર આવે, તેનું પુણ્ય કદાચ ભારે પ્રકારનું પાપાનુબંધી હાય ! નહિતર, કેઈવખતે આત્મા બળવાન, તે કઈ વખતે કર્મ બળવાન. કર્મ ગમે તેવું બળવાન હોય, પણ આપણે તે એ કર્મની સામે જ જંગ ખેલવાને માટે ઉઘુક્ત રહેવાનું! અશુભ કર્મને હંફાવવા જતાં, તે જે જોરદાર હોય તે આપણે હાંફી જઈએ અને હારી જઈએ એમ પણ બને; પરંતુ સરવાળે તે આત્માની જ જીત થાયઃ કારણ કે-કર્મની સામે જે જંગ ખેલ્ય, તેનું ભવિષ્યમાં સારું પરિણામ આવ્યા વિના રહે જ નહિ. તમે કર્મની જડને જ ઉખેડવાને માટે પ્રયત્નશીલ બનો અને કર્મ તમારી સામે કાંઈ ન કરે, એ કેમ બને? કર્મ પણ પિતાનું જોર તે અજમાવે જ, પણ તમે મથ્યા રહે તે સરવાળે તમે જ ફાવો, કારણ કેકર્મ નાશવન્ત છે અને તમે શાશ્વત છો; કર્મ અનિત્ય છે અને તમે નિત્ય છો! વાત એટલી જ કે-ગમે તેટલા પછડાઈએ, પાછા પડીએ, હારીએ, પણ પ્રયત્ન ચાલુ રાખવો! એમ થાય તે પેલા કળીયાની જેમ તમે પણ તમારી મુક્તિની ભાવનાને સફલ કરી શકે ! કળી કેટલીય વાર નિષ્ફળ નિવડ્યો, પડ્યો, પણ એણે એની ધારણાને પાર પાડવાને પ્રયત્ન જારી રાખે, તે એ એની જાળ બાંધી શક્યો. બાકી એ વાત પણ એક્કસ છે કે-જે ભારે પ્રકારનું, દઢ, પાપાનુબંધી પુણ્ય હોય, તો એને લાખ ઉપદેશ મળે તે પણ, એની વિષયગૃદ્ધિ અને કષાયાધીનતા ઓછી થાય જ નહિ, બધાનું પાપાનુબંધી પુય એવું હોતું નથી. પ્રયત્નથી તેમાં ફેરફાર
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy