________________
૨૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
કરે. એ સાધર્મિકોને તેમણે એક કામ સોંપ્યું હતું. તે એ કે જ્યારે હું રાજસભામાં સિંહાસને બેસું, તે વખતે તમારે આવીને મને કહેવું કે‘આપ જીતાએલા છે, આપને શિરે ભય વધતા જય છે, માટે હણો નહિ-હણો નહિ !’
છ ખંડના ધણી, જેની સેવામાં ખત્રીશ હજાર મુકૂટઅદ્ધ રાજાઓ હાજર રહે, જેની આજ્ઞાને જગતનો મોટામાં માટા ભડવીર પર ઉલ્લંઘી શકે નહિ, એ શ્રી ભરત ચક્રવતી, જીતાએલા હતા કે જીતેલા હતા ?
સિંહાસને બેસીને માટી ખીરૂદાવલીઓને સાંભળવાનું મન થાય કે આવું સાંભળવાનું મન થાય ? ચક્રવતી જેવા ભરસભામાં એવું સાંભળી લે કે-તમે જીતાએલા છે અને તમારે માથે ભય વધતા જાય છે?
બાહ્ય દૃષ્ટિએ તા, એ જીતેલા જ હતા અને એમને કાઇનો ય ભય નહોતા, પણ સૌને એમનો ભય હતા; પરન્તુ આ તે આત્મિક દૃષ્ટિ છે. એ જાણતા હતા કે આન્તર રિપુએથી હું જીતાએલા છું, એથી મારે માથે ભય વધતા જાય છે અને એ માટે જ મારે અહિંસક બનવું જોઈએ. સઘળી ય હિંસાઓથી સવ થા નિવૃત્ત થવાની એમની ભાવના હતી, કારણ કે—ભયનું ખરૂં. કારણ હિંસા છે. જે સવ થા અહિંસક અને છે, તે ભયથી પર બને છે અને તેના આન્તર રિપુ ભાગવા માંડે છે.
વિચારશ કે—સિંહાસનારૂઢ એવા પણ શ્રી ભરત ચક્રવતીમાં કેવી વિવેકબુદ્ધિ હતી ? પોતે ભાનભૂલા બનવા પામે નહિ–તેની તેમને પેાતાને કેટલી ખચી કાળજી હતી?