________________
+
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ - શ્રી ભરત ચક્રવત અનિત્યાદિ ભાવનામાં ઝીલ્યા, એ શું હતું? શ્રી વીતરાગતાની ભાવના કહે કે શ્રી જિનસ્તુતિ કહે, એમાં ભેદ ક્યાં છે? એ ચકી આરિલાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા, સંસારની પ્રશંસા કરીને કે વીતરાગપણની પ્રશંસા કરીને ? આરિલાભુવનમાં પણ શ્રી ભરત મહારાજના હૃદયથી શ્રી જિનેશ્વરદેવ દૂર નહેતા, માટે ત્યાં વીતરાગપણાની સ્તુતિ હતી. હાથની આંગળીમાંથી એક વીંટી નીકળી પડી, એટલા નિમિત્ત માત્રમાંથી ભાવનારૂઢ બનવું અને ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું, એ ક્યારે બને ? હૈયામાં શ્રી વીતરાગની વાણીને અને શ્રી વીતરાગની સ્તુતિને વાસ હોય ત્યારે જ !તમારી વીંટી કે આભૂષણકોઈવારનહિ પડી ગયું હોય? વીંટી કે આભૂષણ પડી જાય, તે શે વિચાર આવે ઝટ ધ્રાસ્કો પડે અને ઉપાડીને પહેરી લેવાને વિચાર આવે. શ્રી ભરત મહારાજાને વીંટી વિનાની આંગળી નિસ્તેજ દેખાતાં, દેહની નિસ્તેજનાનું ભાન થયું, દેહની ક્ષણિકતાનું ભાન થયું, પારકી શોભામાં રાચવાની મૂર્ખાઈનું ભાન થયું અને આત્માની સાચી શેભાને વિચાર આવ્યું. આત્મસ્વરૂપની વિચારણામાં એવા ચઢળ્યા કે ત્યાં ને ત્યાં ચારેય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને, એ મહાપુરૂષે આત્માના સ્વભાવ રૂપ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને ઉપાસ્યું.
શ્રી ભરત મહારાજાની કાળજી :
શ્રી ભરત ચક્રવર્તીએ પિતાના સાધર્મિકોને માટે રસે ખેલી રાખ્યું હતું. સાધર્મિકો ત્યાં જમે અને ધર્મક્રિયાઓ