SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર – અન્ય દર્શનવાળા આ પ્રમાણે માને છે કે પુરુષ હોય તે પુરુષપણાને જ પામે છે. પશુઓ હોય તે પશુપણાને પામે છે, પરંતુ પ્રમાણથી બાધિત હોવાથી અને કર્મના વિચિત્રપણાથી ભવની ઉત્પત્તિ થતી હોવાથી એમાં કોઈ અવશ્ય થવા રૂપ નિયમ નથી. તો શું નિયમ છે ? તો કહે છે કે કરાય તે કર્મ જ્ઞાનાવરણીયાદિ. પોતાનું કર્મ તે સ્વકર્મ. તેનો વિનિવેશ એટલે કે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ સ્વરૂપ રચના. તે કર્મને અનુરૂપ એવી કરેલી ચેષ્ટા એટલે કે દેવાદિ પર્યાયને પામવા રૂપ વ્યાપાર. અર્થાત્ જીવે પોતે કરેલા જ્ઞાનાવરણીયાદિ કર્મ, તેનાથી નિશ્ચિત્ત કરેલા પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી કરેલા કર્મની રચના પ્રમાણે તેને અનુરૂપ દેવાદિ પર્યાયોમાં વ્યાપાર વડે ચેષ્ટા કરતો જીવ ભમે છે. અહીં દૃષ્ટાન્તને કહે છે- જેમ અનેક પ્રકારની વેષભૂષા, વર્ણ, કાન્તિ વિગેરે સ્વરૂપવાળા વેષને ધારણ કરતો નટ ભમે છે, તેમ આત્મા પણ આ સંસારમાં ભમ્યા કરે છે. આ પ્રમાણે ચાર ગતિ રૂપ સંસારમાં ભટકતા જીવનું અનવસ્થિતત્વપણું કહ્યું. તથા શ્રી આચારાંગમાં કહેલું છે કે “સંસારી જીવ અનેકવાર માન-સત્કારને યોગ્ય ઉચ્ચગોત્રમાં ઉત્પન્ન થાય છે, તથા અનેકવાર સર્વલોકમાં નિંદિત એવા નીચગોત્રમાં ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે - નીચગોત્રના ઉદયથી અનંત કાલ તિર્યંચના ભાવમાં રહે છે. આવલિકા કાલના અસંખ્યાતમા ભાગના સમયની સંખ્યાવાળા પુદ્ગલ પરાવર્તી રૂપ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી ઉચ્ચ-નીચ ગોત્રમાં અનેકવાર ઉત્પન્ન થતા જીવ વડે માન પણ કરવા યોગ્ય નથી અને દીનતા પણ કરવા યોગ્ય નથી. ઉચ્ચનીચગોત્રના અધ્યવસાય સ્થાનના કંડકો તુલ્ય છે. હીન પણ નથી અને અધિક પણ નથી. જેટલા ઉચ્ચગોત્રમાં અનુભાવ બન્ધાધ્યવસાય સ્થાન કંડકો છે તેટલા જ નીચગોત્રમાં છે અને તે સર્વ સ્થાનો પ્રાણી વડે અનાદિ રૂપ સંસારમાં ફરી-ફરી સ્પર્શાવેલા છે. તેથી ઉચ્ચગોત્રના કંડકના અર્થપણા વડે પ્રાણી હીન નથી, અધિક પણ નથી. એ પ્રમાણે નીચગોત્રના દંડકના અર્થપણા વડે પણ હીનાધિક નથી. જે કારણથી ઉચ્ચ-નીચ સ્થાનમાં કર્મના વશથી ઉત્પન્ન થાય છે. અને બલ-રૂપલાભાદિ મદDોનોનું વિચિત્રપણું જાણીને શું કરવા યોગ્ય છે ? જોડવીદg' અહીં ‘પ' સંભાવના અર્થમાં છે અને તે ભિન્ન જગાએ જોડવાનો છે. તે આ પ્રમાણે – મદસ્થાનોમાંથી કોઈને પણ ન ઇચ્છે વૈરાગ્યશતક ૩૪
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy