SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ હોય તેને ત્રાણ કહેવાય છે. જેમ મહાપ્રવાહો વડે વહન કરાતા, સારા નાવિકો વડે અધિષ્ઠિત એવા વહાણને પામીને નદી તરે છે અને શરણ તેને કહેવાય જેના ટેકાથી નિર્ભયપણે રહેવાય. તે વળી કિલ્લો, પર્વત, અથવા પુરુષ શરણ કહેવાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે જરાથી પરાભવ પામેલાને કાંઈપણ રક્ષણને માટે અથવા શરણ માટે થતું નથી. અને તું પણ તેઓના રક્ષણ માટે કે શરણને માટે થતો નથી તે પ્રમાણે રોગો પણ દુ:ખને માટે છે. તથા શ્રી આચારાંગમાં ધૂત નામના અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં કહેવું છે કે કોઈ ગંડમાલના રોગથી યુક્ત છે. કોઈ કોઢી છે. કોઈ ક્ષય રોગવાળા અને કોઈ મૃગી રોગથી યુક્ત હોય છે, કોઈ કાણા અને કોઈ જડ, કોઈ એક હાથ ટૂંકો હોય તેવા અને એક પગ ટૂંકો હોય તેવા અને કોઈ કુબડા હોય છે, કોઈ મોટા પેટવાળા, કોઈ મૂંગા, કોઈ સોજા યુક્ત શરીરવાળા, અને કોઈ ભસ્મક રોગથી યુક્ત હોય છે, કોઈ ધ્રુજતા શરીરવાળા કોઈ પીઠના ટેકાથી ચાલવાવાળા, કોઈ શ્લીપદના રોગથી યુક્ત, કોઈ મધુપ્રમેહના રોગથી યુક્ત હોય છે, આ સોળ રોગ ક્રમશ: કહેલા છે તેને દેખો. આતંક, રોગ અને જીવનને શીધ્ર નષ્ટ કરવાવાળા ફૂલ આદિ રોગ અને બીજા દુ:ખ તથા મરણોના દુઃખો પ્રાણીઓને ઉત્પન્ન થાય છે અનેક ભવની અપેક્ષા વડે બહુવચન કરેલું છે જે કારણથી કહેવું છે કે સાધ્ય છે. (૧૦) જુઓ - અવધારણ કરો મૂકને – મૂંગાને - મન્મન બોલનાર, ગર્ભદોષથી જ થયેલું અને તેના પછી ઉત્તરકાલમાં થયેલું (૧૧) શૂનત્વ - વાત - પિત્ત - કફ - સન્નિપાત - રક્ત અને અભિઘાતથી એમ છ પ્રકારે ઉત્પન્ન થયેલા સોજા (૧૨) ભસ્મક રોગ-તે વાત અને પિત્તની ઉત્કટતા વડે તથા કફની શૂન્યતાના કારણે ઉત્પન્ન થયેલો - (૧૩) વાયુથી ઉત્પન્ન થયેલ શરીર અવયવોનો કંપ (૧૪) જીવ, ગર્ભના દોષથી પીઠના ટેકાથી ચાલવાવાળા થાય છે. અથવા કર્મના દોષથી આવે છે.(૧૫) શ્લીપદ-પગ આદિમાં કઠિનતા, એ આ પ્રકારે - પ્રકોપેલા વાત, પિત્ત, શ્લેષ્મ આંખ સાથળ અને જંઘામાં રહેલા કાલાન્તરે પગને આશ્રયીને ધીરે ધીરે સોજા થાય છે. તે શ્લીપદ કહેવાય છે. જૂના પાણીવાળી ભૂમિમાં રહેલા જે દેશો તે સર્વ ઋતુમાં શીતલ હોય છે ત્યાં વિશેષથી શ્લીપદ થાય છે. તેના પગમાં અને હાથમાં માણસોને શ્લીપદ થાય છે. કાન, હોઠ અને નાકમાં પણ થાય છે તેને જાણનારાઓ કેટલાક છેદે છે. જીરા (૧૬) મધુમેહબસ્તિરોગ છે જેને વિદ્યમાન હોય તેને મધુમેહી કહેવાય. જેમાં મધ સમાન પ્રસા થતો હોય છે. (એ પ્રમાણે શીલાંકાચાયામશ્ર ટીકામાં છે.) વૈરાગ્યશતક ૨૦
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy